<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

મહારાષ્ટ્રના સીએમ કોણ ? અમિતભાઇ શાહે કહ્યું -સીએમ શિંદે છે, પરંતુ ચૂંટણી પછી બધા સાથે બેસીને ચર્ચા કરીશું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું - કહ્યું કે આ વખતે અમે શરદ પવારને મુખ્યમંત્રી ચૂંટવાની તક નહીં આપીએ.

મુંબઈ :ગૃહમંત્રી અમિતભાઈ શાહે મહારાષ્ટ્ર માટે ભાજપનો મેનીફેસ્ટો બહાર પાડ્યો. આ પછી અમિતભાઈ શાહે સંબોધનમાં મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમિતભાઈ શાહે કહ્યું કે અત્યારે અમારા મુખ્યમંત્રી એકનાથ શિંદે છે,પરંતુ ચૂંટણી પછી અમે બધા બેસીને આ અંગે ચર્ચા કરીશું. આ દરમિયાન તેમણે શરદ પવાર પર પણ નિશાન સાધ્યું છે.

   અમિતભાઈ શાહે શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે આ વખતે અમે શરદ પવારને મુખ્યમંત્રી ચૂંટવાની તક નહીં આપીએ. તેમણે કહ્યું કે શરદ પવારને ખોટી વાર્તાઓ બનાવવાની આદત છે. પરંતુ આ વખતે તેની વાર્તાઓ કામ કરશે નહીં.

ભાજપે ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 25 લાખ નવી નોકરીઓનું વચન પણ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કૌશલ્ય કેન્દ્રો ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાજપે વૃદ્ધાવસ્થા પેન્શન વધારીને 2100 રૂપિયા પ્રતિ માસ કરવાનું વચન આપ્યું છે.

ગૃહમંત્રી અમિતભાઈ  શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે ઠરાવ પત્ર આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તેમણે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી પર જોરદાર નિશાન સાધ્યું. અમિત શાહે કહ્યું, 'હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું કે શું તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર માટે બે સારા શબ્દો કહેવા માટે કહી શકે છે.'

(5:49 PM IST)