હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેનેડામાંથી ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાની ધરપકડ: હરદીપ નિજ્જરનો સહયોગી

કેનેડાથી મહત્વની માહિતી સામે આવી છે. સૂત્રોન ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે કેનેડા પોલીસે આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના સહયોગી ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાની ધરપકડ કરવામાં આવી છે.
NDટીવીના સૂત્રોને ટાંકીને આ અંગે માહિતી આપી છે. અર્શદીપને અટકાયતમાં લીધા બાદ તેને છોડી મુકવામાં આવ્યો છે કે જેલમાં લઈ જવાયો છે તે અંગે ચોક્કસ માહિતી સામે આવી નથી. જોકે આ અંગે સત્તાવાર પૃષ્ટી કરવાની બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને કેનેડા વચ્ચે તમામ રાજકીય ચેનલ બંધ છે અને બન્ને દેશ એકબીજાને માહિતીની આપ-લે કરી રહ્યા નથી.
દરમિયાન પંજાબ પોલીસે અર્શદીપ સિંહ દલ્લાના બે મુખ્ય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે બન્નેને ગયા મહિને રાજ્યના ફરીદકોટ જિલ્લામાં શિખ કાર્યકર્તા ગુરપ્રીત સિંહ હરિ નૌની હત્યા કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANIએ રવિવારે અધિકારીને ટાંકીને આ માહિતી આપી છે.
એજન્સીની માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલ બન્ને વ્યક્તિને કેનેડા સ્થિત ગેંગસ્ટર દલ્લાના નિર્દેશ પર મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં જસવંત સિંહ ગિલ (45) નામની એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી હતી. પંજાબના પોલીસ વડા ગૌરવ યાદવએ એક્સ પર પોસ્ટ કરી કે મોહાલીના રાજ્ય વિશેષ અભિયાન પકોષ્ઠએ એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ અને ફરીદકોટ પોલીસ સાથે એક સંયુક્ત અભિયાનમાં કેનેડા સ્થિત નામ આતંકવાદી અર્શ દલ્લાના બે મુખ્ય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, જે ફરીદકોટમાં ગુરપ્રીત સિંહ હરિ નૌની હત્યામાં સંડોવાયેલ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
