હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશમાં કોલ્સ ડિટેક્શન સિસ્ટમથી રૂપિયા 2,500 કરોડ બચાવી શકાયા :દરરોજ 1.35 કરોડ ફ્રોડ કોલ્સ બ્લોક
-છેતરપિંડીયુક્ત કોલ્સને બ્લોક કરતી ટેકનિકલ સિસ્ટમથી આશરે 2.9 લાખ ફોનને ડિસકનેક્ટ કરવામાં તથા આશરે 1.80 મિલિયન હેડર્સને બ્લોક કરી બંધ કરી શકાયા

નવી દિલ્હી : સરકાર દ્વારા દૈનિક 1.35 કરોડ જેટલા છેતરપિંડીયુક્ત કોલ્સને બ્લોક કરતી ટેકનિકલ સિસ્ટમ સ્થાપિત કરવાને લીધે અત્યાર સુધીમાં જાહેર પ્રજાની રૂપિયા 2,500 કરોડની સંપપ્તિને બચાવવામાં મદદ મળી છે, તેમ કોમ્યુનિકેશન બાબતોના કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું.
છેતરપિંડીયુક્ત મોટાભાગના સ્પામ કોલ્સ ભારત બહાર રહેલા સર્વર્સમાંથી કરવામાં આવ્યા છે અને સિસ્ટમ્સ મારફતે આ પ્રકારના ફ્રોડ્યુલન્ટ કોલ્સને બ્લોક કરી શકાયા છે.
તમારા ફોનમાં સંખ્યાબંધ માર્કેટીંગ કોલ્સ આવે છે, સંખ્યાબંધ છેતરપિંડીભર્યાં કોલ્સ આવે છે, અમે તેનો સામનો કરવા માટે સંપૂર્ણ સક્ષમ સિસ્ટમને અમલમાં મુકેલી છે,જેના મારફતે અમે તેને ખાળી શક્યા છીએ. અમારી DoT ફ્રોડ ડિટેક્શન નેટવર્કે લોકોની આશરે રૂપિયા 2,500 કરોડની સંપત્તિને બચાવી છે, તેમ સિંધિયાએ જણાવ્યું હતું.
આ સિસ્ટમથી આશરે 2.9 લાખ ફોનને ડિસકનેક્ટ કરવામાં તથા આશરે 1.80 મિલિયન હેડર્સને બ્લોક કરી બંધ કરી શકાયા છે.
તેની સાથે બીજી એક એવી પદ્ધતિ હતી જેના દ્વારા લોકો ભારતની બહાર સર્વરનો ઉપયોગ કરશે, જેમાં +91 નંબર (ભારતીય નંબર) તરીકે માસ્કરેડ કરશે.અમે આ પ્રકારના કોલ્સને અટકાવવા માટે એક નવું સોફ્ટવેર તૈયાર કર્યું છે, જેના માધ્યમથી દરરોજ સરેરાશ 1.35 કરોડ કોલ્સને અટકાવી રહ્યા છીએ. આ માટે 520 જેટલી એજન્સીઓ કામ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
