હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુરોપિયન યુનિયનમાં ભારતની ક્રુડ ઓઈલની નિકાસ 58 ટકા વધી:રશિયા પાસે સસ્તુ ઓઈલ મળતા ફાયદો
ભારત રશિયા પાસેથી ઊંચા ડિસ્કાઉન્ટથી ઈંધણ મેળવી રિફાઈનિંગ કરી યુરોપિયન યુનિયનમાં આ ઈંધણનું વેચાણ કરી રહ્યા છે

નવી દિલ્હી :ભારતની ડીઝલ જેવા ઈંધણોની યુરોપિયન યુનિયન (EU)માં વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસ 58 ટકા વધી છે. ખાસ વાત એ છે કે ભારત રશિયા પાસેથી ઊંચા ડિસ્કાઉન્ટથી ઈંધણ મેળવી રિફાઈનિંગ કરી યુરોપિયન યુનિયનમાં આ ઈંધણનું વેચાણ કરી રહ્યા છે, તેમ મન્થલી ટ્રેકર અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
EU/G7 દેશોએ ડિસેમ્બર 2022માં કિંમત મર્યાદા દાખલ કરી હતી અને ક્રેમિલનની આવકને મોટો ફટકો પડે તે માટે રશિયન ઓઈલને લઈ નિયંત્રણો લાદ્યા હતા અને આ રીતે યુક્રેન પર થયેલા હુમલાને લઈ તેના ફન્ડિંગમાં શુન્યાવકાશનું સર્જન કર્યું હતું.
ભારત રશિયામાંથી ક્રુડ ઓઈલની જંગી આયાત કરી રહ્યું છે. યુક્રેન યુદ્ધ અગાઉ ભારતની કુલ ઓઈલની આયાત બાસ્કેટમાં રશિયાથી આયાત થતા ઓઈલની માંડ એક ટકા હિસ્સેદારી હતી, જે વર્તમાન સમયમાં લગભગ 40 ટકા પહોંચી ગઈ છે.
ભારતની રશિયા પાસેથી ઓઈલ ખરીદીમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવની તુલનામાં ડિસ્કાઉન્ટથી ક્રુડ ઓઈલની ઉપલબ્ધતા છે.
ભારત પોતાની રિફાઈનિંગ વ્યવસ્થામાં અનેક પરિવર્તનો કરવા સાથે હવે યુરોપિયન યુનિયનમાં ઓઈલ પ્રોડક્ટ્સના સૌથી મોટો નિકાસકર્તા દેશ બની ગયો છે.
વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જામનગર,વાડિનાર તથા મેંગ્લોર રિફાઈનરી કે જે રશિયન ક્રુડ પર સતત આધાર વધારી રહી છે તેની વાર્ષિક ધોરણે યુરોપિયન યુનિયનમાં નિકાસ 58 ટકા વૃદ્ધિ દર્શાવી હતી, તેમ સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એર (CREA)એ તેના અહેવાલમાં જણાવ્યું છે.
યુક્રેન-રશિયા યુદ્ધ અગાઉ યુરોપ સામાન્ય રીતે ભારતમાંથી ડીઝલ અને જેટ ફ્યુઅલની સરેરાશ દૈનિક 1,54,000 બેરલ (bpd)આયાત કરતું હતું, જે અત્યારે લગભગ ડબલ થઈ ગઈ છે. જોકે CREAએ આયાત સંબંધિત ચોક્કસ આંકડા આપ્યા નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
