<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

સરકારે હિન્દુસ્તાન ઝીંક લિમિટેડમાં 1.6 ટકા હિસ્સો વેચી 3,449 કરોડનું ભંડોળ એકત્ર કર્યું

બે દિવસના OFS મારફતે સરકારે આશરે 5.28 કરોડ એટલે કે 1.25 ટકા હિસ્સેદારી વેચવાની દરખાસ્ત રજૂ કરી

નવી દિલ્હી :સરકારે હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ (HZL)માં આશરે 1.6 ટકા હિસ્સાનું ઓફર-ફોર-સેલ (OFS) મારફતે રૂપિયા 3,449 કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું છે. ગત 6-7 નવેમ્બરના બે દિવસના OFS મારફતે સરકારે આશરે 5.28 કરોડ એટલે કે 1.25 ટકા હિસ્સેદારી વેચવાની દરખાસ્ત રજૂ કરી હતી.

અધિકૃત આંકડાકીય માહિતી પ્રમાણે સરકારે OFS મારફતે રૂપિયા 3,449.18 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે. સંસ્થાગત રોકાણકારોએ 6 નવેમ્બરના રોજ આશરે રૂપિયા 3,400 કરોડના શેર એટલે કે આશરે 1.58 ટકા હિસ્સા માટે બિડ રજૂ કરવામાં આવેલ. રિટેલ ઈન્વેસ્ટર્સે 7 નવેમ્બરના રોજ વ્યાપક માંગ કરી હતી.

સરકાર OFS અગાઉ HZLમાં 29.54 ટકા હિસ્સેદારી ધરાવતી હતી. તે સાથે વેદાંતા ગ્રુપ કંપનીમાં સૌથી મોટા બહુમતી શેરધારક છે. HZL હિસ્સેદારીના વેચાણની પ્રક્રિયા સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટમાં મદદ કરી રહેલ છે. વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સરકારે બહુમતી હિસ્સેદારીના વેચાણ મારફતે રૂપિયા 8,625 કરોડ એકત્રિત કર્યાં છે.


 

(9:15 PM IST)