હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 10th November 2024
કિશ્તવાડના અંતરિયાળ વન વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક JCO શહીદ:ત્રણ જવાનને ઇજા
આ ઓપરેશન બે VDGની હત્યા બાદ ચાલી રહેલ તપાસ અભિયાન દરમિયાન અથડામણ થઈ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના અંતરિયાળ વન વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે. આ સાથે જ ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓ આપેલી માહિતી પ્રમાણે વિશેષ દળના એક જુનિયર કમીશંડ ઓફિસર (JCO) રવિવારે શહીદ થયા છે.
આ ઓપરેશન બે VDGની હત્યા બાદ ચાલી રહેલ તપાસ અભિયાન દરમિયાન અથડામણ થઈ છે. આ અથડામણમાં શહીદ થયેલ જવાન 2 પેરાના નાયબ સુબેદાર રાકેશ કુમાર તરીકે થઈ છે. ભારતીય સેનાએ તેમના સર્વોચ્ચ બલિદાનને સલામ કરી છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
