<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

કોંગ્રેસ મજબૂત થશે તો, દેશ મજબૂર થશે: જે રાજ્યોમાં સરકાર બની તો શાહી પરિવારના ATM બને છે :મોદી

પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ચૂંટણીના નામ પર કોંગ્રેસે કર્ણાટકમાં શરાબ વિક્રેતાઓ પાસેથી રૂ.૭૦૦ કરોડ લૂંટી લીધા

અકોલા/નાંદેડા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ મહારાષ્ટ્રમાં (અકોલા/નાંદેડામા) વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, જે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની છે (હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તેલંગાના) ત્યાં રાજ્ય કોંગ્રેસના શાહી પરિવારને માટે એટીએમ બની જાય છે. મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં ચૂંટણીના નામ પર કોંગ્રેસે કર્ણાટકમાં શરાબ વિક્રેતાઓ પાસેથી રૂ.૭૦૦ કરોડ લૂંટી લીધા છે. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે, જેની કોઈ કલ્પના કરી શકતું નથી. સત્તામાં આવ્યા પછી તો તેઓ એટલા બધા બેફામ ભ્રષ્ટાચારી બની જાય છે. કોંગ્રેસ સારી રીતે જાણે છે કે, દેશ જેટલો નબળો બનશે, એટલા જ તેઓ મજબૂત બની જશે.


 

(11:03 PM IST)