<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં બેફામ ગોળીબાર: ૧ મોત, ૧૬ વિદ્યાર્થી ઘાયલ

વહેલી સવારે અમેરિકાની અલાબામા ખાતેની ટસ્કેગી યુનિવર્સિટીમાં બેફામ ગોળીબાર: ૧ મોત, ૧૬ વિદ્યાર્થી  ઘાયલ, ફાયરીંગ કરનાર ઝબ્બે..

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ પણ ફાયરિંગની ઘટનાઓ અટકી રહી નથી. 

 

પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારમાં મૃત્યુ પામેલો ૧૮ વર્ષીય યુવાન યુનિવર્સિટીનો વિદ્યાર્થી નહોતો, પરંતુ ઘાયલોમાં યુનિવર્સિટીના ઘણાં વિદ્યાર્થીઓ સામેલ છે. આ ફાયરિંગની ઘટનામાં કુલ ૧૨ લોકો ઘાયલ થયા હતા જ્યારે અન્ય ચાર અફરાતફરીમાં ઘાયલ થયા હતા.

ટસ્કેગી યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું કે ગોળીબારમાં મૃત્યુ પામેલા વ્યક્તિના માતા-પિતાને જાણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા અને તેઓને ઓપેલિકાના પૂર્વ અલાબામા મેડિકલ સેન્ટર અને મોન્ટગોમેરીની બેપ્ટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

(9:33 AM IST)