<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

પત્‍નિના પરિવારે માગ્‍યા વિના દહેજ આપ્‍યો : પતિ કોર્ટમાં પહોંચી સસરા વિરુદ્ધ કેસ ઠોકી દીધો

દિલ્‍હીમાં એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો

નવી દિલ્‍હી, તા.૧૧: દિલ્‍હીમાં એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં એક પતિએ પોતાની પત્‍નીના પરિવાર વિરુદ્ધ દહેજના આરોપમાં ક્રિમિનલ કેસ નોંધવાની માગ કરી છે. પતિનો આરોપ હતો કે તેને માગ્‍યા વિના દહેજ આપવામાં આવ્‍યો છે. જો કે દિલ્‍હીની એક કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને કહ્યું કે, આ મામલામાં કોઈ ગુન્‍હો બનતો નથી.

મામલો ૨૦૨૨ના જુલાઈ મહિનાનો છે. જ્‍યારે એક મજિસ્‍ટ્રેટ કોર્ટે પતિની અરજી ફગાવી દીધી હતી અને પતિને પોતાની પત્‍નીના પરિવાર અને ભાઈ વિરુદ્ધ દહેજ લેવાના આરોપ લગાવ્‍યો હતો અને કહ્યું હતું કે આ દહેજ માગ્‍યા વિના તેને આપવામાં આવ્‍યો છે. પતિએ આ આદેશને પડકાર આપ્‍યો હતો અને સેશન કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પણ કોર્ટે તેને ફગાવી દીધી.

કોર્ટમાં એવું પણ કહેવાયું છે કે પતિ પર પત્‍નીના પરિવાર તરફથી પહેલા જ ક્રૂરતાનો મામલો નોંધેલો હતો. એડિશનલ સેશન જજ નવનીત બુધિરાજાએ કહ્યું કે, દહેજના કેસમાં કોઈ પુરાવા નથી મળ્‍યા. એટલા માટે પતિની અરજીનો કોઈ મતલબ નથી, આ અરજી રદ થાય છે.

કોર્ટે આદેશમાં કહ્યું કે, જ્‍યાં સુધી બંને પક્ષો દ્વારા પુરાવા રજૂ કરવામાં નહીં આવે, ત્‍યાં સુધી એ નક્કી કરવું મુશ્‍કેલ છે કે દહેજની માગ કરી હતી કે નહીં. હાલમાં અરજી આપનારાનું એવું કહેવું છે કે, તેણે કયારેય દહેજની માગ નથી કરી અને તેમ છતાં પણ તેના ખાતામાં ૨૫,૦૦૦ અને ૪૬,૫૦૦ રૂપિયા જમા કર્યા છે.

કોર્ટે કહ્યું કે, મજિસ્‍ટ્રેટના આદેશ અનુસાર, કુમારની ફરિયાદમાં એવું કહેવાયું હતું કે, ફરિયાદ નોંધતી વખતે સાસરિયા પક્ષે સ્‍પષ્ટપણે સ્‍વીકાર કર્યો હતો કે તેણે કુમારને દહેજ આપ્‍યો હતો અને એ સ્‍વીકાર કરવો નિશ્‍ચિતપણે દહેજ નિષેધ અધિનિયમ અંતર્ગત એક ગુન્‍હો છે

(2:25 PM IST)