News of Monday, 11th November 2024
'Are Bengal Cats legal in Australia?' Google ઉપર આ શબ્દ સર્ચ કરવાથી જે લિંક મળે છે તેના પર ક્લિક કરવાથી યુઝર્સનો તમામ અંગત ડેટા ઓનલાઇન પોસ્ટ થઈ જાય : સાયબર સિક્યોરિટી કંપની સોફોસની ચેતવણી
'SEO પોઈઝનિંગ' આ એક એવી ટેકનીક છે કે, જેની મદદથી હેકર્સ સર્ચ એન્જિનના પરિણામોમાં છેડછાડ કરી શકે છે અને તેઓને જે વેબસાઈટ ચલાવવી હોય તેણે ટોચ પર પહોંચાડી શકે છે તેનાથી બચવું જરૂરી

નવી દિલ્હી તા.૧૧ : સાયબર સિક્યોરિટી કંપની સોફોસે હાલમાં જ જણાવ્યું કે, જ્યારે યુઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની બેંકની અને અંગત માહિતી 'Gootloader' નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઇન શેર થઈ જાય છે. હવે આ એક ચિંતાનો વિષય યુઝર્સ માટે બની રહ્યો છે. જાણો શું છે આ આખી ઘટના?
સાયબર અપરાધીઓ ઇન્ટરનેટ યુઝર્સને ઠગવા માટે કોઈ કસર નથી છોડતા. એવામાં હવે હેકર્સનો નિશાનો સીધો ઇન્ટરનેટ યુઝર્સ પર ગયો છે. ઇન્ટરનેટ યુઝર્સ કોઈ પણ શબ્દ સર્ચ કરે અને લિંક પર ક્લિક ત્યારે તેમની અંગત માહિતી ઓનલાઇન શેર થઈ જાય છે. એટલું જ નહીં, પણ આ હેકિંગ સિસ્ટમથી યુઝર્સનું કોમ્પ્યુટર કંટ્રોલ પણ છીનવાઇ જાય છે.
મીડિયા રીપોર્ટ્સ મુજબ એવું કહેવાય છે કે, સાઇબર સિક્યોરિટી કંપની 'Sophos' દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે, લોકો ગૂગલ પર 'Are Bengal Cats legal in Australia?' સર્ચ કરી રહ્યા છે. આ શબ્દ કરવાથી સર્ચ કરવાથી જે લિંક મળે છે તેના પર ક્લિક કરવાથી યુઝર્સનો તમામ અંગત ડેટા ઓનલાઇન પોસ્ટ થઈ જાય છે. કંપનીનું માનવું છે કે, જે યુઝર્સ 6 શબ્દોને સર્ચ કરે છે તેઓ વધુ મુશ્કેલીમાં જઈ શકે છે.
સોફોસે જણાવ્યું હતું કે, 'યુઝર્સને કાયદેસર માર્કેટિંગ તરીકે રજૂ કરવામાં આવેલી લિંક્સ અને દૂષિત એડવેર પર ક્લિક કરવા માટે લલચાવવામાં આવે છે. આ ઘટના કાયદેસર Google સર્ચ દ્વારા કરવામાં આવી છે. મળતી ચેતવણી અનુસાર એવું લાગે છે કે, હેકર્સ એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે કે જેઓ સર્ચમાં ઓસ્ટ્રેલિયા શબ્દનો ઉપયોગ વધુ કરે છે. 'Sophos'નું માનવું છે કે, 'યુઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની બેંકની અને અંગત માહિતી 'Gootloader' નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઇન શેર થઈ જાય છે'.
'SEO પોઈઝનિંગ' આ એક એવી ટેકનીક છે કે, જેની મદદથી હેકર્સ સર્ચ એન્જિનના પરિણામોમાં છેડછાડ કરી શકે છે અને તેઓને જે વેબસાઈટ ચલાવવી હોય તેણે ટોચ પર પહોંચાડી શકે છે. સોફોસે કહ્યું કે, જે યુઝર્સ આ ઘટનાનો ભાગ બન્યા છે તેઓ તુરંત તેમના પાસવર્ડ બદલી નાખે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
