<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ઘૂસણખોર આદિવાસી મહિલા સાથે લગ્ન કરે તો પણ તેને જમીન નહીં મળે, ઝારખંડમાં અમિતભાઈ શાહનું વચન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે સરાયકેલામાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઘૂસણખોરી અને આદિવાસીઓની ઘટતી વસ્તીને લઈને મોટું નિવેદન આપ્યું

સરાઈકેલા. ઝારખંડમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા રાજકીય તાપમાન ઉંચુ છે. ભાજપે જેએમએમ પર રાજકીય હુમલા તેજ કર્યા છે.સેરાયકેલામાં એક જાહેર સભામાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે આદિવાસીઓની ઘટતી વસ્તીનો ઉલ્લેખ કરીને મોટી જાહેરાત કરી હતી

અમિતભાઈ  શાહે કહ્યું, "આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે, જ્યારે ઘૂસણખોરો વધી રહ્યા છે. જો ભાજપની સરકાર બનશે તો અમે ઘૂસણખોરીને સંપૂર્ણપણે ખતમ કરી દઈશું".

   બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે વધુમાં કહ્યું કે અમે એવો કાયદો લાવશું જ્યાં ઘૂસણખોર આદિવાસી મહિલા સાથે લગ્ન કરે તો પણ મહિલાની જમીન તેને ટ્રાન્સફર કરવામાં નહીં આવે.

    અમિતભાઈ  શાહે ઝારખંડના મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્ટાર પ્રચારક હેમંત સોરેન પર પણ નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે ચંપાઈ સોરેન (પૂર્વ સીએમ)ને જે રીતે અપમાનિત કરીને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા તે યોગ્ય નથી. આ માત્ર તેમનું જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમુદાયનું અપમાન છે.

 અમિતભાઇ શાહે વધુમાં કહ્યું કે, "ચંપાઈ સોરેન આટલા વર્ષોથી વફાદાર છે, હેમંતજીની પડખે છે, પરંતુ જે રીતે તેમનું અપમાન કરવામાં આવ્યું અને દૂર કરવામાં આવ્યું, તે માત્ર ચંપાઈ સોરેનનું અપમાન નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમુદાયનું અપમાન છે

    ભ્રષ્ટાચારના મુદ્દે અમિતભાઈ શાહે કોંગ્રેસને ઘેરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસના એક નેતાના ઘરેથી મોટી રકમ જપ્ત કરવામાં આવી છે. અહીં અમિતભાઈ શાહ પૂર્વ મંત્રી આલમગીર આલમનો ઉલ્લેખ કરી રહ્યા હતા.તેમના ઘરેથી 30 કરોડ રૂપિયા અને 27 નોટ ગણવાના મશીનો મળી આવ્યા હતા.

    કેન્દ્રીય ગૃહ પ્રધાને વધુમાં સીએમ હેમંત સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ સરકાર પર નિયમિતપણે કૌભાંડો ચલાવવાનો આરોપ મૂક્યો હતો. તેઓએ (જેએમએમ-કોંગ્રેસ-આરજેડી) મનરેગામાં રૂ. 1,000 કરોડનું કૌભાંડ, રૂ. 300 કરોડનું જમીન કૌભાંડ, રૂ. 1,000 કરોડનું ખાણ કૌભાંડ અને હજારો કરોડનું દારૂનું કૌભાંડ કર્યું.

   તેમણે એમ પણ કહ્યું કે જો રાજ્યમાં ભાજપ સત્તામાં આવશે તો પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમિતભાઈ શાહે કહ્યું કે, "હેમંત સોરેનની સરકારમાં ભ્રષ્ટાચાર થયો હતો અને પરીક્ષાના પેપર લીક થયા હતા. ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ આ પેપર લીક કરનારાઓને અમે પાઠ ભણાવીશું.

(9:34 PM IST)