<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

હવામાં પણ ૭- સ્‍ટાર સવારી કરે છે મુકેશ અંબાણી : કિંમત છે ૧૦૦૦ કરોડ

મુકેશ અંબાણીએ તાજેતરમાં જ ભારતનું પ્રથમ બોઇંગ BBJ 737 Max 9 પ્રાઇવેટ જેટ ખરીદ્યું

 

મુંબઇ, તા.૧૨: ભારતના સૌથી અમીર લોકો પૈકીનો એક અંબાણી પરિવાર ન માત્ર તેમની વૈભવી કાર સંગ્રહ માટે જાણીતો નથી, પરંતુ તેમની પાસે ઘણા વૈભવી પ્રાઈવેટ જેટ પણ છે. મુકેશ અંબાણીએ તાજેતરમાં જ ભારતનું પ્રથમ બોઇંગ BBJ 737 Max 9 પ્રાઇવેટ જેટ ખરીદ્યું છે, જે એક અદભૂત પ્‍લેન છે.

૧૩ એપ્રિલ ૨૦૨૩થી તેના મોડિફકેશન અને ટેસ્‍ટીંગ ફલાઈટ્‍સનો સિલસિલો શરૂ થયો. તેની ૬ ટેસ્‍ટીંગ ફલાઈટ્‍સ કરવામાં આવી. જેનો અંતિમ પડાવ ૨૭ ઓગસ્‍ટ ૨૦૨૪ના રોજ હતો. આ જેટમાં બે શક્‍તિશાળી એન્‍જિન અને તેનું ઉત્‍પાદન બોઇંગના રેન્‍ટન પ્રોડક્‍શન પ્‍લાન્‍ટમાં થાય છે.

અલ્‍ટ્રા લોંગ રેન્‍જ બિઝનેસ જેટ બોઈંગ ૭૩૭ મેક્‍સ ૯ ની કિંમત આશરે રૂ. ૧,૦૦૦ કરોડ છે. કોઈપણ ભારતીય ઉદ્યોગપતિ દ્વારા ખરીદાયેલું આ સૌથી મોંઘું પ્રાઈવેટ જેટ છે. મુકેશ અંબાણીએ તેમાં મોટા ફેરફારો કર્યા છે અને તાજેતરમાં તેની ડિલિવરી લીધી છે.

અંબાણી પરિવારે એકલા આ પ્રાઈવેટ જેટની કેબિન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હશે. તેને જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવ્‍યું છે અને દેખાવમાં ખૂબ જ સુંદર હશે. Boeing BBJ 737 Max 9 ની કેબિન પહેલેથી જ ખૂબ સુંદર અને મહેલ જેવી દેખાય છે. અંદરનું ઈન્‍ટીરિયર પણ કોઈ મહેલ જેવુ છે.

બોઇંગ ૭૩૭ મેક્‍સ ૮ ની સરખામણીમાં, નવા મેક્‍સ ૯ને મોટી અને વિશાળ જગ્‍યા ધરાવતી સ્‍પેશિયસ કેબિન આપવામાં આવી છે. આ એરક્રાફટનો MSN નંબર ૮૪૦૧ છે અને આ પ્રાઈવેટ જેટ એક સમયે લગભગ ૧૧,૭૭૦ કિમીના અંતર સુધી ઉડી શકે છે. તેની કેબિનમાં તે તમામ કમ્‍ફર્ટ ફીચર્સ છે જેની કોઈએ કલ્‍પના પણ ન કરી હોય.

(9:38 AM IST)