<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ઊંઘ બગાડનારાં પાંચ ગલૂડિયાંઓને બેસ્ત્રીઓએ પેટ્રોલ નાખીને જીવતાં સળગાવી નાખ્‍યાં

મેરઠની સંતનગર કોલોનીમાં ગુરૂવારે ખૂબ જ આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના ઘટી

મેરઠ, તા.૧૨: મેરઠની સંતનગર કોલોનીમાં ગુરુવારે ખૂબ જ આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના ઘટી. કોલોનીમાં તાજાં જન્‍મેલાં ગલૂડિયાં કાંઉ કાંઉ કરીને રાતે ઊંઘવામાં ખલેલ પહોંચાડતાં હોવાથી બે સ્‍થાનિક મહિલાઓ ખૂબ ગુસ્‍સે ભરાઈ હતી. ગુરુવારે સવારે શોભા અને આરતી નામની બે મહિલાઓએ ઊંઘ બગાડનારાં ગલૂડિયાંઓ સાથે જે ક્રૂરતા કરી એ માનવતા લજવે એવી હતી. તેમણે હજી ત્રણ દિવસ પહેલાં જન્‍મેલાં ગલૂડિયાંઓ પર પેટ્રોલ છાંટ્‍યું અને જીવતાં જ સળગાવી દીધાં. સ્‍થાનિક લોકોએ તરત જ પોલીસમાં ફરિયાદ કરી પરંતુ શરૂઆતમાં પોલીસે પણ કોઈ એક્‍શન લીધી નહીં. સ્‍થાનિકોએ જયારે એનિમલ કેર સોસાયટીના મેમ્‍બર્સને જાણ કરી અને તેમના સભ્‍યોએ પોલીસ-સ્‍ટેશન જઈને વિરોધ-પ્રદર્શન કર્યું ત્‍યારે શુક્રવારે આ બે મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

(9:54 AM IST)