<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

લોહી તરસ્‍યા હાઇવે : ૧૦ વર્ષમાં ૧૫ લાખ માનવ જીંદગી છીનવી

દેશમાં માર્ગ અકસ્‍માતો લઇને ચોંકાવનારો રિપોર્ટ જારી : ૨૦૧૪ થી ૨૦૨૩ દરમ્‍યાન ૧૫.૩૦ લાખ લોકો અકસ્‍માતોનો ભોગ બન્‍યા : દર ૧૦,૦૦૦ કિમી પર ૨૫૦ મોત નોંધાયા : માર્ગ અકસ્‍માતો વિશ્‍વમાં સૌથી વધુ ભારતમાં : હાઇવે પર વધી રહયા છે વાહનો

નવી દિલ્‍હી, તા.૧૨: ભારતના રસ્‍તાઓ પર ચાલવું એ તમારા જીવનને તમારા હાથમાં લઈને ચાલવા જેવું છે. માર્ગ અકસ્‍માતને કારણે થતા મૃત્‍યુના મામલામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. કેન્‍દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના ડેટા દર્શાવે છે કે છેલ્લા ૧૦ વર્ષોમાં (૨૦૧૪-૨૦૨૩) લગભગ ૧૫.૩ લાખ લોકોએ માર્ગ અકસ્‍માતમાં જીવ ગુમાવ્‍યા છે. આ ચંદીગઢ જેવા કેન્‍દ્રશાસિત પ્રદેશની કુલ વસ્‍તી કરતાં વધુ છે. તે પહેલાના દાયકા દરમિયાન (૨૦૦૪-૨૦૧૩) દેશમાં માર્ગ અકસ્‍માતને કારણે ૧૨.૧ લાખ મૃત્‍યુ નોંધાયા હતા.

માર્ગ અકસ્‍માતમાં થતા મૃત્‍યુના તાજેતરના આંકડા ચોંકાવનારા છે. છેલ્લા એક દાયકામાં એટલે કે ૨૦૧૪ થી ૨૦૨૩ વચ્‍ચે લગભગ ૧૫.૩ લાખ લોકો માર્ગ અકસ્‍માતમાં મૃત્‍યુ પામ્‍યા છે. આ આંકડો કેન્‍દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની વસ્‍તી કરતા વધુ છે. કેન્‍દ્ર સરકારે માર્ગ અકસ્‍માતમાં થતા મૃત્‍યુને ઘટાડવા માટે તેની પ્રતિબદ્ધતાનો વારંવાર પુનરોચ્‍ચાર કર્યો છે અને સુપ્રીમ કોર્ટે પણ આવા મૃત્‍યુને રોકવા માટે દરમિયાનગીરી કરી છે. જો કે, કેન્‍દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના ડેટા દર્શાવે છે કે દેશમાં માર્ગ અકસ્‍માતમાં દર ૧૦,૦૦૦ કિલોમીટરે ૨૫૦ લોકોએ જીવ ગુમાવ્‍યો છે. જો આપણે અમેરિકા, ચીન અને ઓસ્‍ટ્રેલિયા જેવા દેશોની વાત કરીએ તો આ આંકડા ૫૭, ૧૧૯ અને ૧૧ છે. આના પરથી સ્‍પષ્ટ થાય છે કે આ આંકડા અત્‍યંત જોખમી છે.

રોડ ટ્રાન્‍સપોર્ટ મિનિસ્‍ટ્રીના ડેટા મુજબ છેલ્લા એક દાયકા (૨૦૦૪-૧૩)માં માર્ગ અકસ્‍માતમાં ૧૨.૧ લાખ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં નોંધાયેલા વાહનોની સંખ્‍યા ૨૦૧૨જ્રાક્રત્‍ન ૧૫.૯ કરોડથી બમણી થઈને ૨૦૨૪ સુધીમાં અંદાજે ૩૮.૩ કરોડ થઈ ગઈ છે અને રસ્‍તાઓની લંબાઈ ૨૦૧૨માં ૪૮.૬ લાખ કિલોમીટરથી વધીને ૨૦૧૯માં ૬૩.૩ લાખ કિલોમીટર થઈ ગઈ છે. જોકે, નિષ્‍ણાતોએ જણાવ્‍યું હતું કે રસ્‍તાની લંબાઈ અને વાહનોની સંખ્‍યામાં વધારો દર વર્ષે વધુ મૃત્‍યુનું કારણ હોઈ શકે નહીં.

ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયાએ એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્‍યું હતું કે એક પણ હત્‍યા માટે સત્તાવાળાઓ પાસેથી ખુલાસો માંગવામાં આવે છે પરંતુ જીવલેણ માર્ગ અકસ્‍માતોના કિસ્‍સામાં પણ આવી કાર્યવાહી કરવામાં આવતી નથી. દિલ્‍હી પોલીસના એક ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્‍યું હતું કે, બધી એજન્‍સીઓ માટે માર્ગ અકસ્‍માતો પ્રાથમિકતા નથી હોતા, ભલે એક ડઝન લોકો મૃત્‍યુ પામે.

તેલંગાણા રોડ સેફટી ઓથોરિટીના અધ્‍યક્ષ અને વર્તમાન સાંસદ ટી કૃષ્‍ણ પ્રસાદે જણાવ્‍યું હતું કે હત્‍યાઓને મહત્‍વ આપવામાં આવે છે પરંતુ માર્ગ અકસ્‍માતો અને મૃત્‍યુને અવગણવામાં આવે છે. માર્ગ સલામતી પર ખાનગી સભ્‍યનું બિલ લાવવાનું આયોજન કરી રહેલા સાંસદે જણાવ્‍યું હતું કે એક વર્ષમાં માર્ગ અકસ્‍માતમાં મૃત્‍યુની સંખ્‍યા ભારતમાં કોઈપણ કુદરતી આફત કરતાં વધુ છે.

(10:23 AM IST)