તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
વિઝન ફોર વિકસીત ભારત અંતર્ગત રીસર્ચ સ્કોલર્સની રાષ્ટ્રીય કોન્ફરન્સ ૧પ,૧૬,૧૭મીએ
એસજીટી યુનિવર્સિટી ગુરૂગ્રામ-હરીયાણા ખાતે ભારતીય શિક્ષા મંડલનું આયોજન

રાજકોટ, તા., ૧૧: ભારતીય શિક્ષણ મંડળ-યુવા આયામના વિઝન ફોર વિકસીત ભારત પ્રોજેકટ અંતર્ગત રિસર્ચ સ્કોલર્સની રાષ્ટ્રીય કોન્ફરન્સ તા. ૧પ-૧૬-૧૭ નવેમ્બરના એસજીટી યુનિવર્સિટી, ગુરૂગ્રામ, હરીયાણા ખાતે રાખવામાં આવેલી છે. જેના ઉદઘાટન પ્રસંગે આરએસએસના સરસંઘચાલક ડો.મોહન ભાગવત, ઇસરોના ચેરમેન ડો.એસ.સોમનાથ, ડો.કૈલાશ સત્યાર્થી, મહામંડલેશ્વર ગ્યાનાનંદ મહારાજ સહિત અનેક વિભુતીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની વિશેષ વિગતો નિચે મુજબ છે.
ભારતીય શિક્ષણ મંડળ
ભારતીય શિક્ષણમંડળ(બીએસએમ) એક રાષ્ટ્રીય વૈચારિક અને શૈક્ષણિક સંસ્થા છે. બીએસએમની સ્થાપના વિક્રમ સવંત ૨૦૨૬ની રામનવમી (૧૯ એપ્રિલ૧૯૬૯) ના દિવસે શિક્ષણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય પુનરૂત્થાનના ઉદેશ્ય સાથે કરવામાં આવી હતી.
ભારતીય શિક્ષણમંડળએ સુનિશ્ચીત કરવા માટે સતત કાર્ય કરી રહયું છે. કે પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીનું શિક્ષણ ભારતીય મુલ્યોમાં જોડાયેલું હોય અને ભારતની અભિન્ન દ્રષ્ટિ અને શાશ્વત નૈતકિતાથી સમુધ્ધ બને. એક મજબુત, સમુધ્ધ અને સુમેળભર્યા ભારતનં પુનનિર્માણ કરવા માટે આપણી શિક્ષણ પ્રણાલી ભારતના દાર્શનિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક અનુભવમાંથી બહાર આવે તે આવશ્યક છે. આ વીઝન સાથે સંસ્થા છેલ્લા પપ વર્ષથી દેશના વિવિધ રાજયોમાં ૫૫૦થી વધુ જીલ્લાઓમાં નિયમીતપણે વૈચારિક, શૈક્ષણિક અને વ્યવહારિક પ્રવૃતિઓનું સંચાલન કરી રહી છે.
બીએસએમ મુખ્યત્વે પાંચ સ્તરના માળખા પર કામ કરે છે. સંશોધન, જાગૃતિ, ઓરીએન્ટશન, પ્રકાશન અને સંસ્થા, વિવિધ પ્રવૃતિઓ દ્વારા, બીએસએમ શિક્ષણક્ષેત્રે એક મજબુત વૈચારિક પાયો સ્થાપિત કરવા માટે પ્રતિબધ્ધ છે.
યુવા આયામ
યુવા આયામનો ઉદેશ યુવાનોને શારિરીક રીતે મજબુત, માનસીક રીતે મજબુત, દેશભકત, બોૈધ્ધિક રીતે સર્જનાત્મક, આધ્યત્મિક રીતે મુળ અને રાષ્ટ્રવાદી પરિપ્રેક્ષ્ય સાથે સામાજીક રીતે ઉત્પાદક બનાવીને બોૈધ્ધિક યોધ્ધાઓનું નિર્માણ કરવાનો છે.
વિવિભા
વીવીભા ૨૦૨૪: રિસર્ચ ટુ રિયલાઇઝેશન નેશનલ કોન્ફરન્સ ઓફ રિસર્ચ સ્કોલર્સ, હોસ્ટર ભારતીય શિક્ષણ મંડળ, યુવા આયામ, ૧૫થી૧૭ નવેમ્બર ૨૦૨૪ દરમ્યાન એસજીટી યુનિવર્સીટી ગુરૂગ્રામ ખાતે આપણા સમૃધ્ધ ભારતીય સાંસ્કૃતિક વારસાને આધુનિક પધ્ધતિસરના પોષણ સંશોધન સાથે સંકલિત કરવા માટેનો ઉદેશ છે. સમગ્ર ભારતની લંબાઇ અને પહોળાઇમાં લગભગ ૨ લાખ યુવા સંશોધકો ભાગ લઇ રહયા છે. આ કાર્યક્રમ એક ડાયનેમીક રિસર્ચ સમુદાયને પ્રોત્સાહન આપવા અને ઉન્નત ભારત અભિયાન દ્વારા સ્વદેશી જ્ઞાન અને અડવાન્સ્ડ ગ્રામીણ વિકાસ દ્વારા નીતી નિર્માણને મજબુત કરવાનો પ્રયાસ છે.
વિવિભા વીઝનઃ
ભારતીય જ્ઞાન સંપદાનો ઉપયોગ કરીને ઇન્ટર્નશીપ માટે ઉદ્યોગ અને પ્રતિષ્ઠીત સંશોધન સંસ્થાઓનો ઉપયોગ કરીને ભારતીય સંશોધન પધ્ધતી પર આધારીત હેતુપુર્ણ ભારત કેન્દ્રીત સંશોધનો અને પ્રકાશનોનીગુણવતા સુધારવા માટે સંશોધનો અને પ્રકાશનોની ગુણવતા સુધારવા માટે સંશોધકોને સહયોગી પ્લેટફોર્મ પુરૂ પાડયું.
વિવિભા મીશનઃ
અમારૂ ધ્યેય વિકસીત ભારત માટે સંશોધકોનું નેટવર્ક સ્થાપીત કરવાનું છે. જેનો ઉદ્દેશ ઉદ્યોગ અને સંશોધન સંસ્થાઓને ફાયદો પહોંચાડવાનો છે.
અભિગમઃ સંશોધન પેપર લેખન સ્પર્ધા
ઉદ્દેશઃ રાષ્ટ્રીય પ્રગતિમાં સંશોધનના મહત્વ પર ભાર મુકવો, પ્રેરણાદાયક યુવાનો ભારતના વિકાસમાં સક્રિય યોગદાન આપે તેવું કરવાનો છે.
પ્રદર્શન :
વિકસીત ભારત વીઝનના ભાગરૂપોે એક ભવ્ય પ્રદર્શન યોજાશે. જેમાં નીચેની વિષય વસ્તુઓ દર્શાવાશે.
ભારતીય શિક્ષણ
શિક્ષણ પધ્ધતિનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, આ પ્રદર્શન શૈક્ષણીક નકશાની વ્યાપક ઝાંખી આપશે, તેના મૂળને પ્રાચીન ભારતીય ગુરૂકુળથી માંડીને આધુનિક સંસ્થાઓ સુધી અને શિક્ષણના ભવિષ્યની કલ્પના દર્શાવાશે.
ભારતીય શિક્ષણનું યોગદાન
ઇન્ટરેકટીવ ડીસ્પ્લે ભારતમાં શિક્ષણા વિકાસમાં ફાળો આપનાર મુખ્ય લક્ષ્યો, પ્રભાવ શાળી શિક્ષકો અને મહત્વની ક્ષણો દર્શાવાશે.
વિકસીત ભારતનું વીઝન
આ અનુભવ માત્ર ભારતીય શિક્ષણ પ્રણાલીના સમૃધ્ધ વારસા અને સિધ્ધીઓની જ ઉજવણી નહીં કરે પણ સહભાગીઓ અને મુલાકાતીઓને પ્રેરણા પણ આપશે.
ભાવિ ટેકનોલોજી
આ પ્રદર્શન શિક્ષણના આગામી પરિપ્રેક્ષ્યને પણ પ્રસ્તુત કરશે. નવીન વિચારોઘ, અદ્યતન ટેકનીકો અને પ્રગતિશીલ નીતિઓ જેનો હેતુ ભાવિ પેઢીઓના શિક્ષણમાં પરિવર્તન લાવવાનો છે.
મહત્વાંકાંક્ષી સંશોધકો માટે તકો
વિદ્વતાપૂર્ણ, પ્રકાશનઃ શ્રેષ્ઠ સંશોધન પત્રો ઝીણવટ પૂર્વક પસંદ કરાયા છે. વિષયોનું ડોમેન્સ, જ્ઞાનના સંગ્રહમાં તેમનું યોગ્ય સ્થાન મેળવશે.
કોન્ફરન્સ રજૂઆત
થીમેટીક કેટેગરીના બે સૌથી અનુકરણીય યોગાદનકર્તાને વિવિધા રીસર્ચ કોન્ફરન્સમાં તેમના સંશોધન રજૂ કરવાની અમુલ્ય તક મળશે.
પ્રતિષ્ઠીત ઇન્ટર્નશીપ
સૌથી શ્રેષ્ઠ સંશોધન પેપરના લેખકને ભારતભરમાં રાષ્ટ્રીય મહત્વની સંસ્થામાં ઇન્ટર્નશીપ આપવામાં આવશે. જે તેની વિદ્વતાપૂર્ણ બુધ્ધીને આગળ વધારવા માટે એક અમૂલ્ય અનુભવ હશે. (૪.૩૧)
મહત્વની વિષય વસ્તુ
* કાયદો અને ન્યાય રાષ્ટ્રીય સુરક્ષા
* કલા, સાહિત્ય અને સંસ્કૃતિ
* મહિલા સશકિતકરણ
* જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી
* ગ્રામીણ વિકાસ અને સ્વરોજગાર
* વાણીજય, અર્થશાષા અને વહીવટ
* ભારતીય શિક્ષણ, ભુતકાળ, વર્તમાન અને ભવિષ્ય ભારતના ઇતિહાસ અને ઉજ્જવળ ભાવિ તરફ દ્રષ્ટિ,
* સમૃધ્ધ ભારત માટે પર્યાવરણ સંરક્ષણ
સહભાગિતા અને પહોંચ
* ૧,૬૮,૦૦૦ થી વધારે રજીસ્ટ્રેશન
* ભારતના તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી સહભાગીતા
* સમગ્ર ભારતમાંથી ૧૦૦૦ યુનિવર્સિટીઓ
* ૧ર૦૦ શ્રેષ્ઠ સંશોધન લેખો શોર્ટલીસ્ટ કરાશે અને ૩ દિવસની કોન્ફરન્સ અને પ્રદર્શન માટે રીસર્ચ સ્કોલરોને નિમંત્રણ આપવામાં આવશે.
કાર્યક્રમની કાર્યસૂચી
સમય ૧પ નવેમ્બર ર૦ર૪
૯ સવારે એસજીટી યુનિવર્સિટીએ આગમન
૩ બપોરે પ્રદર્શનનું ઉદ્્ઘાટન
૩-૩૦ થી પ-૩૦ વિવિભા-ર૦ર૪ - ઉદ્્ઘાટન
૬-૧પ થી ૭-૧પ સત્ર ૧ (પારસ્પરિક ચર્ચા)
૧૬ નવેમ્બર ર૦ર૪
૯ થી ૧૦ સવારે સત્ર-ર વિકસીત ભારત
સમાંતર સત્ર -૧ (જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી)
સમાંતર સત્ર-ર (પર્યાવરણ સંરક્ષણ)
સમાંતર સત્ર-૩ (ગ્રામીણ વિકાસ અને સ્વ.રોજગાર
સમાંતર સત્ર-૪ (મહિલા સશકિતકરણ)
સમાંતર-સત્ર-પ (ભારતના ઇતિહાઇસ અને ભાવિ પર દ્રષ્ટિ
૧૧ થી ૧ર-૩૦ સત્ર-૩ આવકાર અને ઓળખ ૧૦ મીનીટ
૪ સંશોધકોના પેપરની રજુઆત ર૦ મીનીટ
પેનલ ડીસ્કશન -૪૦ મીનીટ
પ્રશ્નોતરી -ર૦ મીનીટ
ર-૩૦ થી ૪ સમાંતર સત્ર-૧ - કળા, સાહિત્ય અને સંસ્કૃતિ
સત્ર-૪ સમાંતર સત્ર-ર ભારતીય જ્ઞાન પધ્ધ્તિ
આવકાર અને ઓળખ ૧૦મીનીટ સમાંતર સત્ર-૩ ભારતીય શિક્ષણ (ભૂત,વર્તમાન,ભાવિ)
૪ રીસર્ચરોના પેપર ર૦ મીનીટ સમાંતર સત્ર-૪ (ઉદ્યોગ (વૈશ્વિક નેતૃત્વ માટે સહકાર)
પેન ડીસ્ક્રશન ૪૦ મીનીટ સમાંતર સત્ર-પ વાણીજય-અર્થશાષાી,વહીવટ
પ્રશ્નોતરી ર૦ મીનીટ
પ-૦૦ થી ૬-૩૦ સાંજે સમય કાયદો અને ન્યાયના નિયમો
૧૭ નવેમ્બર ર૦ર૪
૯ થી ૧૦ સત્ર- ૬ રાષ્ટ્રીય સુરક્ષા
૧૦-૪પ થી ૧ર-૧પ સત્ર-૭ રોડ મેપ ફોર રીસર્ચ
૧-૩૦ થી ર-૪પ સત્ર-૮ ખુલ્લી ચર્ચા અને અનુભવોનું શેરીંગ
૩-૧પ થી ૪-૪પ વિવિભા-ર૦ર૪ વિદાયમાન
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
