<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

૧૦ કરોડના ટર્નઓવર માટે ઈ-ઈનવોઈસ ફરજિયાત

એક એપ્રિલ ૨૦૨૫થી જીએસટી પોર્ટલ પરથી જ ઇ-ઇનવાોઇસ બનાવવું પડશે : ઈ-ઈનવોઈસ નહીં બનાવવામાં આવે તો દંડ અને નોટિસ સહિતની કાર્યવાહી થશે

મુંબઇ, તા.૧૨: જીએસટી લાગુ થયા બાદ હજુ સુધી યોગસ બિલિંગના દૂપજને અટકાવવા કરવામાં આવેલા પ્રવાસોમાં ધારી સફળતા મળી નથી. આ માટે સમયાંતરે સુધારા કરવામાં આવતા હોય છે. તે અંતર્ગત આગામી એક એપ્રિલ ૨૦૨૫થી ૧૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારે ફરજિયાત ઈ-ઈનવોઈસનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે.

ઈ-ઇનવોઇસનો નિયમ સૌથી પહેલા ૫૦૦ કરોડ અને તેના કરતાં  વધુ ટર્નઓવર ધરાવનાર માટે ૧ લાગુ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારપછી તેમાં થટાડો કરીને ૧૦૦ કરોડ કરવામાં આવ્‍યો છે. જયારે આગામી એક એપ્રિલ ૨૦૨૫થી ૧૦ કરોડ અને તેના કરતા વધુ ટર્નઓવર ધરાવનાર માટે નિયમ લાગુ કરવામાં આવનાર છે. આ નિયમ લાગુ કરવા પાછળનું કારણ એવું છે કે ૧૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારી દ્વારા કોઈ પણ વસ્‍તુનું વેચાણ કરવામાં આવે ત્‍યારે ઈ-ઈનવોઈસની સાથે જ ઈ.વેબિલ બની જવશે. જેથી તેની વિગતો આપોઆપ પોટંગ પર મળી રહેવાની છે. તેના વીષે બોગસ બિલિંગના કેસમાં ઘટાડો થવાની પણ શકયતા રહેલી છે. આ ઉપરાંત વેચારી દ્વારા પોર્ટલ પરથી ઈ-ઈન્‍વોઈસ નહીં બનાવે તો તેઓને નોટિસ આપવા સહિત દંડની પણ વસૂલાત કરાશે.(૨૩.૧૩)

વેપારીને ૫૦ હજાર રૂપિયા સુધી દંડ ફટકારાશે

ઈ-ઇનવોઇસનો નિયમ લાગુ થયા બાદ જે પણ વેપારી નિયમ પ્રમાણે પોર્ટલ પરથી ઇ-ઇનવોઇસ નહીં બનાવે તો તેને નોટિસની સાથે ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જોકે તેનો તે અમલ માટે માટે હજુ પ હજુ પાંચેક મહિનાનો સમય બાકી છે. મહિનાનો ર તે પહેલા આ નિયમ લાગુ કરવાનું કારણ એવું પણ છે કે વેપારીને તે માટે ટે પુરતો સમય મળી રહે અને ઇ ઇનવોઇસ બનાવવામાં કોઇ તકલીફ નહીં પડે તે માટે જ અત્‍યારથી જ તેની જાહેરાત કરી દેવામાં આવી છે. તેના લીધે નિયમ લાગૂ થાય ત્‍યારે વેપારીઓને ઇ-ઇનવોઇસ બનાવવામાં તકલીફ પડશે નહીં. (સીએ)

આઇટીસી મેળવવામાં પણ વેપારીને સમસ્‍યા થશે

ઇ-ઇનવોઇરા નહીં બનાવે તો સામેવાળા વેપારીને સાઇટીસો મેળવવામાં સમસ્‍યા સર્જાવાની છે. જોકે જીએસટીઆર ૧ના આધારે વેપારી દ્વારા આઇટીસી લઇ પણ લેવામાં આવે તો અધિકારીની તપાસમાં સામેવાળા વેપારીએ ઇ-ઇનવોઇસ બનાવ્‍યું નહીં હોય તે આઇટીસી લેનાર વેપારી સામે પણ કાર્યવાહી થવાની શકયતા રહેલી છે. કારણ કે નિયમની ઉપરવટ જઈને આઇટીસી લીધી હોવાના લીધે ખોટી રીતે આઇટીસી વીધી હોવાની ગણતરી કરીને જેટલી પણ રકમની આઇટીસી લીધી હશે તેનો દંડ અને વ્‍યાજ સહિતની વસૂલાત પણ કરાશે.(૨૩.૧૩)

દર વર્ષે ઇ-ઇનવોઇસ બનાવવાના નિયમોમાં ફેરફાર

ઇ-ઇનવોઇરા બનાવવાના નિયમમાં ફેરફાર કરવાના નિયમોમાં દર વર્ષે સુધારો કરવામાં આવી રહ્યો છે. તેના કારણે આગામી એકાદ વર્ષમાં ૫ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારે પણ ફરજિયાત ઇ-ઇનવોઇસ બનાવવા પડે તેવી શકયતા જાણકારોએ વ્‍યક્‍ત કરી છે. આ નિયમને કારણે જીએસટી વિભાગને ડેટા સરળતાથી મળી રહેવાની છે. તેમજ જે પણ વેપારી ઇ-ઇનવોઇસ નહીં બનાવે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. માટે જીએસટી પોર્ટલ પર રહેલા સોફ્‌ટવેરના આધારે જ નોટિસ પણ નીકળી જશે.

(11:27 AM IST)