<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

દેહરાદૂનમાં કરુણાંતિકા: મધરાત્રે ઈનોવા-કન્ટેનર અથડાતા ૬ વિદ્યાર્થીના કરૂણ મોત

એક છોકરીનું માથું ધડથી અલગ થઈ ગયું: એકની હાલત ખૂબ જ ગંભીર

ઉત્તરાખંડના દેહરાદૂનમાં સોમવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત થઈ ગયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. એક તેજ રફ્તાર કાર ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણ ચકનાચૂર થઈ ગઈ હતી. કારમાં સવાર ત્રણ યુવક અને ત્રણ યુવતીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતા. જ્યારે એક છોકરીનું માથું ધડથી અલગ થઈ ગયું છે અને એકની હાલત ખૂબ જ ગંભીર છે. 

 

કારના દરવાજા અને બારીઓ સહિત ઉપરનો આખો ભાગ એટલી હદે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે કે, અકસ્માતની ભયાનકતાની કલ્પના કરવી બિલકુલ મુશ્કેલ નથી.

 

અકસ્માતનું કારણ સ્પીડ હોવાનું જણાવાયું હતું. રસ્તા પર ઉભેલા વાહનને કારણે આ કાર કાબુ બહાર જઈને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ યુવક-યુવતીઓ પ્રાઈવેટ કોલેજના વિદ્યાર્થીઓ હતા.

(1:34 PM IST)