તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
કર્ણાટકના પ્રધાને કેન્દ્રીય મંત્રી કુમાર સ્વામીને કાળિયા કહેતા ભારે વિવાદ: પ્રધાન મંડળમાંથી હાંકી કાઢવાની માગણી

કર્ણાટક સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા બી ઝેડ ઝમીર અહેમદખાને કેન્દ્રીય પ્રધાન એચડી કુમાર સ્વામીને કાળિયા કહીને વિવાદ ઊભો કર્યો છે. આ બાબતે જોરદાર પ્રતિક્રિયા આપતા જેડીએસ એ સોમવારે માગણી કરી હતી કે કોંગ્રેસ સરકારે અહેમદ ખાનને તેમના રંગભેદી વિધાનો બદલ કેબીનેટમાંથી કાઢી મૂકવા જોઈએ.
જો કે પોતાની ટિપ્પણીની સ્પષ્ટતા કરતા અહેમદખાને કહ્યું કે કુમાર સ્વામીને દુઃખ પહોંચાડવાનો તેમનો ક્યારેય ઇરાદો ન હતો. તેમણે કહ્યું કે કુમાર સ્વામી તેમને એટલે કે અહેમદખાનને કુલ્લા - વામન તરીકે સંબોધતા હોય છે અને હું તેમને કરીયાન્ના - કાળાભાઈ તરીકે સંબોધતો હોઉં છું.
રવિવારે લઘુમતીઓને સંબોધતા ચૂંટણી રેલીમાં બી ઝેડ ઝમીર અહેમદખાને કહ્યું હતું કે ચંનપટના કોંગ્રેસી ઉમેદવાર યોગેશ્વર પાસે ભાજપમાં જોડાવા સિવાય બીજો વિકલ્પ ન હતો. કેટલાક મતભેદોના કારણે અમારા કોંગ્રેસ પક્ષમાં તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમની પાસે ભાજપમાં જોડાવા સિવાય હવે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓ જેડીએસ માં જોડાવા તૈયાર નહોતા કારણકે કાળીયા - કુમાર સ્વામી ભાજપા કરતા વધુ ખતરનાક હતા. જોકે યોગેશ્વર હવે ઘરે પાછા આવી ગયા છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
