તા. ૧૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 12th November 2024
અમેરિકામાં વોટિંગના દિવસે લોકો એડલ્ટ મૂવી જોવામાં વ્યસ્ત હતા
અમેરિકામાં ૫ નવેમ્બરે યોજાયેલા વોટિંગ ડેનું એક રસપ્રદ પાસું સામે આવ્યું : અમેરિકન નાગરિકો ચૂંટણીના દિવસે પુખ્ત સાઇટ્સ તરફ વળ્યા હતા અને આ સાઇટ્સ પર ટ્રાફિકમાં ભારે વધારો નોંધાયો હતો

નવી દિલ્હી, તા.૧૨: અમેરિકામાં ૫ નવેમ્બરે યોજાયેલા વોટિંગ ડેનું એક રસપ્રદ પાસું સામે આવ્યું છે. આ દિવસે, જ્યારે લોકો તેમના મનપસંદ નેતાઓને મત આપી રહ્યા હતા, ત્યારે ઇન્ટરનેટ પર કંઈક બીજું ટ્રેન્ડિંગ હતું.
અહેવાલો અનુસાર, અમેરિકન નાગરિકો ચૂંટણીના દિવસે પુખ્ત સાઇટ્સ તરફ વળ્યા હતા અને આ સાઇટ્સ પર ટ્રાફિકમાં ભારે વધારો નોંધવામાં આવ્યો હતો.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, ૫ નવેમ્બરના રોજ સવારે ૮ વાગ્યાથી સવારે ૯ વાગ્યા સુધી એડલ્ટ સાઇટ્સ પર સૌથી વધુ વિઝિટ જોવા મળી હતી. ચૂંટણીના વાતાવરણ વચ્ચે, જ્યાં લોકો ઘણીવાર સવારે ચૂંટણી કેન્દ્રો પર પહોંચે છે અથવા સોશિયલ મીડિયા પર ચૂંટણી-સંબંધિત પ્રવળત્તિઓમાં વ્યસ્ત હોય છે, ઘણા અમેરિકનો આ સમયગાળા દરમિયાન પુખ્ત સામગ્રી તરફ વળ્યા હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણીના દિવસે પણ અમેરિકામાં લોકોની ઓનલાઈન પ્રવળત્તિઓ કેવી રીતે બદલાઈ ગઈ.
આ રિપોર્ટમાં બીજી એક ખાસ વાત સામે આવી છે કે, એડલ્ટ સાઇટ્સનો ટ્રાફિક માત્ર એક પાર્ટી તરફથી નથી આવ્યો પરંતુ બંને પાર્ટીના વોટર બેઝ પરથી આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સાઇટ્સ પર ટ્રાફિક બંને રેડ સ્ટેટ્સ એટલે કે રિપબ્લિકન સર્પોટિંગ સ્ટેટ્સ અને બ્લુ સ્ટેટ્સ એટલે કે ડેમોક્રેટ સર્પોટિંગ સ્ટેટ્સમાં વધારો થયો છે. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે પક્ષના આધારે વલણમાં કોઈ તફાવત નથી. ચૂંટણીના ટેન્શનમાં તમામ મતદારો સરખા દેખાતા હતા.
રિપોર્ટ અનુસાર, આ દિવસે એડલ્ટ સાઇટ્સ પર ટ્રાફિકમાં લગભગ ૭ ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો, જે સામાન્ય દિવસો કરતા ઘણો વધારે છે. આ આંકડાએ ચૂંટણીના તણાવ અને લોકોની માનસિકતા પર પણ સવાલો ઉભા કર્યા છે. શું આ ચૂંટણીના વાતાવરણનું દબાણ હતું કે માત્ર એક સંયોગ હતો? ઘણા નિષ્ણાતો આને ચૂંટણી સંબંધિત તણાવ અને લોકોની માનસિકતાનું પરિણામ માને છે.
નિષ્ણાતો માને છે કે ચૂંટણીના તણાવ અને રોજિંદા જીવનમાં ફેરફારને કારણે, પુખ્ત વયના વિષયો તરફ લોકોનો ઝોક ઘણી વખત વધ્યો હશે. કોઈપણ -કારનો ફેરફાર વ્યક્તિમાં તણાવ વધારી શકે છે. આવા સમયે, લોકો તેમના મગજને આરામ કરવા માટે પુખ્ત વયની સાઇટ્સ તરફ વળે છે.(
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
