<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

મુંબઈના રીયલ એસ્ટેટ માર્કેટમાં જોરદાર ઉછાળો એસ્ટેટ ટ્રાન્ઝેક્શન દર મહિને વધી રહ્યા છે

મુંબઈ રીયલ એસ્ટેટ માર્કેટ અભૂતપૂર્વ ઉછાળો અનુભવી રહ્યું છે જેના કારણોમાં ઊંચી માંગ, વધતા વોલ્યુમ તેમજ કોમર્શિયલ અને રેસીડેન્સીયલ પ્રોપર્ટીમાં વધી રહેલ રુચિ હોવાનો ક્રેડાઈ -  એમસીએચઆઈ ના પ્રમુખ ડોમનીક રોયલે એ સોમવારે જણાવ્યું હતું 

 

તેમણે કહ્યું કે વધતા જતા વધતા વ્યાજદરો અને સ્ટેમ્પ ડ્યુટી જેવા પડકારો હોવા છતાં શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ કરવા માટે આનાથી વધારે સારો સમય ક્યારેય નહોતો. 

 

તેમણે કહ્યું જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ બજાર અપેક્ષાઓ કરતા આગળ વધવાનો ચાલુ રાખશે. રીયલ એસ્ટેટ ટ્રાન્જેક્શનો ગયા વર્ષ કરતાં વધુ મજબૂત છે, જેમાં દર મહિને વધારો થઈ રહ્યો છે. લોન સાથે સંકળાયેલા ઊંચા ખર્ચ છતાં અગાઉના રેકોર્ડ ને વટાવીને બજારે મજબૂત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.

 

તેમણે કહ્યું કે ગોરેગાંવ અને અંધેરીમાં રહેણાંક મિલકતોની માંગ વધારે જોવા મળી રહી છે, કેટલાક ઉપનગરોમાં કિંમતો બાંદ્રા જેવા સ્થળોની કિંમતોની નજીક પણ પહોંચી રહી છે..

(2:49 PM IST)