<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

દિલ્હીમાં ડુંગળી ફરી રડાવી રહી છ

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાંથી ડુંગળીની આવક ઘટી ગયા પછી ડુંગળીના ભાવો ઘટવાનું નામ નથી લઈ રહ્યા. આઝાદપુર મંડીમાં અલવર -  રાજસ્થાનની ડુંગળીની સારી એવી આવક પછી જથ્થાબંધના ભાવોમાં નરમાસ દેખાય છે, પણ તેમ છતાં રિટેલમાં ડુંગળી મોંઘી જ વેચાઈ રહી છે .

 

રોહિણીમાં અઠવાડિયાથી ડુંગળી ૬૦ થી ૮૦ રૂપિયે કિલો વેચાઈ રહી છે. સોમવારે આઝાદપુર મંડીના જથ્થાબંધ ભાવોમાં ૧૦ થી ૧૫ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. 

 

વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં અહીં અલવરથી ડુંગળીની બમ્પર આવકનું અનુમાન છે તેનાથી પણ ડુંગળીના ભાવો નીચે આવી શકે છે. 

 

આઝાદપુર મંડીમાં ગયા શનિવારે ડુંગળી ૪૦ થી ૬૦ રૂપિયા કિલો વેચાઈ હતી અને બજારોમાં તેના છૂટક ભાવો ૬૦ થી ૮૦ રૂપિયા હતા. સોમવારે જથ્થાબંધ ભાવો ઘટીને ૩૦ થી ૪૫ રૂપિયા થઈ ગયા પણ છૂટક બજારમાં આ ઘટાડો જોવા મળ્યો ન હતો.

(2:50 PM IST)