<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

સોનામાં ૧૩૦૦-ચાંદીમાં ર૦૦૦ રૂા.તૂટયા

સોનાના ભાવ ઘટીને ૭૭,પ૦૦ અને ચાંદીના ભાવ ૯૧,૦૦૦ રૂા. થયા : સોનાના ભાવ ૮ર,૩૦૦ રૂા.ની સર્વોચ્‍ચ સપાટી સર કર્યા બાદ ભાવમાં સતત ઘટાડો

રાજકોટ, તા., ૧રઃ બુલીયન માર્કેટમાં મંદીનો દોર જારી રહયો છે. સોનામાં આજે વધુ ૧૩૦૦ રૂા. અને ચાંદીમાં ર૦૦૦ રૂા. નો કડાકો થયો છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૩૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ  (૧૦ ગ્રામ)નો ભાવ ૭૮,૮૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર.૦૦ વાગ્‍યે ૭૭,પ૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૧૩૦૦૦ રૂા. તુટયા હતા. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૭,૮૮,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૭,૭પ,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ મંદી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીના કારણે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૩,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૯૧,૦૦૦ રૂા. થયા હતા.

સોનાના ભાવ ૮ર,૩૦૦ રૂા.ની સર્વોચ્‍ચ સપાટીએ પહોંચ્‍યા બાદ સતત ઘટાડો થઇ રહયો છે. ઘટાડાના પગલે સોનાના ભાવ ૭૭,પ૦૦ રૂા. થઇ ગયા છે.

(2:57 PM IST)