તા. ૧૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 12th November 2024
ઝારખંડમાં પહેલા તબક્કાનું ૪૩ બેઠક પર કાલે મતદાન

રાંચી, તા.૧૨: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા... આ તબક્કામાં ૪૩ વિધાનસભા બેઠક પર કાલે મતદાન થશે..
અનેક દાવા ઝારખંડના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે શાસક અને વિપક્ષના રાજકીય નેતાઓએ કર્યા... જેમાં NDA અને ઈન્ડિયા ગઠબંધનના વિવિધ સ્ટાર રાજકીય પ્રચારકો મેદાનમાં ઉતર્યા અને મતદારોને પોતાની તરફેણમાં લાવવા માટે આક્રમક પ્રચાર કર્યો...
મતદારોને રીઝવવા માટે ભાજપના નેતાઓએ બેક ટુ બેક રેલીઓ ગજવી... જેમાં કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહે સરાયકેલા, સિમડેગા અને તમાડમાં રેલી કરીને સોરેન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
