<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ક્રિપ્‍ટોમાં તેજીનું ઘોડાપુરઃ બિટકોઈન ૧૧% ઉછળ્‍યોઃ ૮૯૮૫૯ની ઐતિહાસિક ટોચે

નવી દિલ્‍હી, તા. ૧૨ : ટ્રમ્‍પની જીત સાથે જ ક્રિપ્‍ટો માર્કેટની તેજી અટકવાનું નામ નથી લઈ રહી. બિટકોઈન, ઈથેરિયમ, ડોજકોઈન સહિત ટોચની ક્રિપ્‍ટો કરન્‍સી આકર્ષક ઉછાળા સાથે આગેકૂચ કરી રહી છે. આજે બિટકોઈન વધુ ૧૦ ટકા ઉછળી ૮૯૮૫૯.૬૫ની ઐતિહાસિક ટોચે પહોંચ્‍યો છે. જે ઝડપથી ૧ લાખ ડોલરની સપાટી ક્રોસ કરશે તેવો આશાવાદ ક્રિપ્‍ટો નિષ્‍ણાતો વ્‍યક્‍ત કરી રહ્યા છે.

બિટકોઈન આજે ૧૦.૬૬ ટકાથી વધુ ઉછાળા સાથે ૮૯૦૦૦ ડોલરનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જેમાં વોલ્‍યૂમ ૭૩.૬૩ ટકા વધી ૧૩૪.૨૪ અબજ ડોલર નોંધાયા છે. ટ્રમ્‍પની ડિજિટલ કરન્‍સી ઙ્કત્‍યે ઉદાર નીતિઓની અપેક્ષાએ વૈશ્વિક સ્‍તરે ક્રિપ્‍ટો માર્કેટમાં ૩૦૭.૬ અબજદ ડોલરના વોલ્‍યૂમ જોવા મળ્‍યા છે. જે ગઈકાલની તુલનાએ ૪૨.૯૦ ટકા વળદ્ધિ દર્શાવે છે. આ સાથે ગ્‍લોબલ ક્રિપ્‍ટો માર્કેટ કેપ ૯.૨૪ ટકા વધી ૨.૯૮ લાખ કરોડ ડોલર નોંધાઈ છે.

ઈલોન મસ્‍કનો ફેવરિટ ક્રિપ્‍ટો કોઈન ડોજકોઈન સતત નવી ઊંચાઈએ આંબી રહ્યો છે. આજે વધુ ૪૪.૯૦ ટકા ઉછળી ૦.૪૦૨૩ ડોલર (અંદાજે રૂ. ૩૩.૮૨) થયો છે. ટ્રમ્‍પની જીત ૬ નવેમ્‍બરે નિ?તિ થવાની સાથે જ છેલ્લા સાત દિવસમાં ડોજકોઈનમાં ૧૪૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. એક અહેવાલ ઙ્કમાણે ડોજકોઈનમાં ઈલોન મસ્‍ક ૭૦ ટકાથી વધુ હોલ્‍ડિંગ ધરાવે છે. ઈલોન મસ્‍ક અવારનવાર ડોજકોઈનને પ્રોત્‍સાહન આપતા ટ્‍વિટ કરતાં રહે છે.

(4:55 PM IST)