<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

વિમાનો કલેઈમ ૯૦ દિ'માં નહીં ચૂકવાય તો કંપનીએ રોજના ૫ હજાર ચૂકવવા પડશે

કંપનીઓ દાવો સેટલ કરવામાં મોડુ કરતી હોવાથી નિર્ણય લેવાયો

નવી દિલ્‍હી, તા. ૧૨ : વીમા કંપનીઓ માટે ૯૦ દિવસમાં વીમાનો ક્‍લેઈમ સેટલ કરવો ફરજિયાત છે. પરંતુ વીમા કંપની આ ક્‍લેઈમ ૯૦ને બદલે ૧૦૦ દિવસમાં સેટલ કરે તો તેવા સંજોગોમાં વધારાના દરેક દિવસ માટે રૂ.૫-૫ હજારની વધારાની ચૂકવણી કરવી પડે છે. આ રકમ વીમા કંપનીઓ વીમા ધારકને આપવાના આવે છે.એમ વીમા કંપનીના એડવાઈઝરી બોર્ડના સભ્‍ય અને ગુજરાતના પૂર્વ વીમા લોકપાલ કુલદીપ સિંહ જણાવ્‍યું છે.

કંપનીઓ ક્‍લેઈમ સેટલ કરવામાં વિલંબ કરતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. વીમા કંપનીઓએ ૩૦ ર્વકિંગ ડેમાં ચૂકાદો આપી દેવો ફરજિયાત છે. ૩૧મા દિવસ પછી જેટલા દિવસ ચૂકાદો આપવામાં વિલંબકરે તેને માટે દિવસ દીઠ રૂ. ૫-૫ હજારનો દંડ વીમા કંપનીઓને કરવામાં આવે છે. વીસ દિવસનો વિલંબ થાય તો વીમા કંપનીએ વીમાધારકને વધારાના રૂ.૧ લાખ ચૂકવવાનો નિયમ કરવામાં આવ્‍યો છે.

વીમા લોકપાલમાં આવતી કુલ ફરિયાદમાંથી ૮૩ ટકા ફરિયાદ આરોગ્‍ય વીમા અંગેની, ૧૪ ટકા ફરિયાદ જીવન વીમા અંગેની અને ૩ ટકા ફરિયાદ સામાન્‍ય વીમા અંગેની હોય છે. પરંતુ વીમા લોકપાલમાં જે વઘુ ફરિયાદ ડેફિશિયન્‍સી ઇન સર્વિસને કારણે આવે છે. ડેફિશિયન્‍સી ઇન સર્વિસ બ્રોકર કે એજન્‍ટ કે વીમા કંપનીની છે તેનો અભ્‍યાસ વીમા લોકપાલ કરે છે.

સેવામાં ક્ષતિને કારણે વધારે વિવાદ થતાં હોવાનું ઇન્‍સ્‍યોરન્‍સ રેગ્‍યુલેટરી ડેવલપમેન્‍ટ ઓથોરીટીને પણ લાગી રહ્યું હોવાથી તેના પર ફોકસ કરીને ઇરડા નવી નવી જોગવાઈ દાખલ કરતી હોવાનું જણાવ્‍યું હતું. કસ્‍ટમરને ઘ્‍યાનમાં રાખીને ઇરડા નવા નિયમો લાવી રહી છે.

કુલદીપ સિંહ જણાવ્‍યું હતું કે આગામી દિવસોમાં તમામ વીમા કંપનીઓની પોલીસી હેઠળ કેસલેસ સારવાર જ આપવામાં આવે તેવી વ્‍યવસ્‍થા ઊભી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

(4:07 PM IST)