<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

કમલા હેરીસને અમેરીકાના વચગાળાના પ્રેસીડેન્‍ટ બનાવવા ભારે હિલચાલ

ટ્રમ્‍પે જીત મેળવ્‍યા બાદ ૨૦ જાન્‍યુઆરીએ તેઓ શપથ લે ત્‍યાં સુધી, જો બાયડન રાજીનામું આપે અને વચગાળાના સમય માટે કમલા હેરિસને યુએસએના પ્રથમ મહિલા પ્રેસિડેન્‍ટ બનાવવા, ચૂંટણી પરિણામો બાદ અમેરિકાની ડેમોક્રેટીક પાર્ટીમાં અભૂતપૂર્વ ઉઠી રહેલી નવી માંગ

અમેરિકાના પ્રેસિડેન્‍ટ તરીકે બીજી વખત ડોનાલ્‍ડ ટ્રમ્‍પેટ અબૂત પૂર્વ જીત મેળવ્‍યા બાદ હવે ૨૦ જાન્‍યુઆરીએ, તેઓ શપથ લેશે. ત્‍યાં સુધી, હાલના પ્રેસિડેન્‍ટ જો બાયડન રાજીનામું આપે અને આ વચગાળાના સમય માટે કમલા હેરિસને યુએસએના પ્રથમ મહિલા પ્રેસિડેન્‍ટ બનાવવા, ચૂંટણી પરિણામો બાદ અમેરિકાની ડેમોક્રેટ પાર્ટીમાં અભૂતપૂર્વ માંગ ઉઠી રહી હોવાનું બહાર આવ્‍યું છે. કમલા હેરિસના ભૂતપૂર્વ સહયોગી જમાલ સિમોન્‍સ સહિત ઘણા ડેમોક્રેટિક નેતાઓ આ માંગ કરી રહ્યા છે.

ટ્રમ્‍પ ફરીથી અમેરિકાના પ્રેસીડેન્‍ટ બની રહ્યા છે તે હવે નિヘતિ છે. પરંતુ આ દરમિયાન અમેરિકામાં એક નવી માંગ ઉઠી રહી છે કે કમલા હેરિસને અમેરિકાના પ્રથમ મહિલા પ્રેસિડેન્‍ટ બનાવવામાં આવે.  આ માંગ ડેમોક્રેટસના ઘણા નેતાઓ કરી રહ્યા છે, જેમાં કમલા હેરિસના ભૂતપૂર્વ સહયોગી જમાલ સિમોન્‍સ પણ સામેલ છે. તેમનું કહેવું છે કે બાઇડન રાજીનામું આપી દે અને કમલા હેરિસને અમેરિકાની -થમ મહિલા પ્રેસિડેન્‍ટ  બનવાની તક આપે. પરંતુ શું અમેરિકનો માટે એવા ઉમેદવારને ચૂંટવા વાજબી રહેશે કે જેઓ પ્રેસિડેન્‍ટ તરીકે જાહેર મત જીત્‍યા ન હોય?

ચૂંટણી જીતવા માટે ઉમેદવારને ૨૭૦ ઈલેક્‍ટોરલ વોટની જરૂર હતી. ટ્રમ્‍પને ૩૧૨ ઈલેક્‍ટોરલ વોટ મળ્‍યા. જયારે કમલા હેરિસને માત્ર ૨૨૬ વોટ મળ્‍યા હતા. તદુપરાંત, રિપબ્‍લિકન પાર્ટીએ માત્ર રાષ્‍ટ્રપતિની ચૂંટણી જ જીતી ન હતી પરંતુ સેનેટ અને હાઉસ ઓફ રિ-ેઝન્‍ટેટિવ્‍સ પર પણ કબજો કરી લીધો. એ પણ મહત્ત્વનું છે કે ટ્રમ્‍પને ૫૦.૪% પોપ્‍યુલર વોટ મળ્‍યા છે, જ્‍યારે હેરિસને ૪૮% વોટ મળ્‍યા છે. હવે જોવાનું એ રહેશે કે હેરિસને પ્રમુખ બનાવવાની માંગ કોણ કરી રહ્યું છે અને તેની પાછળના કારણો શું છે.

અમેરિકન બંધારણ મુજબ સત્તાના હસ્‍તાંતરણ માટે ચાર મહિનાનો સમયગાળો હોય છે. ટ્રમ્‍પની શપથ ગ્રહણ વિધિ ૨૦ જાન્‍યુઆરીએ થવાની છે અને ડેમોક્રેટ્‍સ આ સમયગાળાનો ઉપયોગ પરિવર્તન લાવવા માટે કરવા માંગે છે. ઘણા ડેમોક્રેટિક નેતાઓએ આ માંગ ઉઠાવી છે, હેરિસના ભૂતપૂર્વ સંચાર નિર્દેશક જમાલ સિમોન્‍સે જાહેરમાં સૂચવ્‍યું કે જો બાઇડન રાજીનામું આપે અને તેમના સ્‍થાને ઉપરાષ્‍ટ્રપતિ કમલા હેરિસને અમેરિકાની પ્રથમ મહિલા પ્રમુખ બનવાની તક આપે.

હવે જોવાનું એ રહે છે કે ડેમોક્રેટ્‍સ બાઇડનને પ્રેસિડેન્‍ટ પદ પરથી હટાવી હેરિસને પ્રમુખ બનાવવામાં સફળ થશે કે કેમ. જોકે, ડેમોક્રેટ્‍સે બાઇડનને પ્રેસીડેન્‍ટની ચૂંટણીની રેસમાંથી બહાર કરવામાં અને હેરિસને નોમિનેટ કરવામાં સફળતા મેળવી હતી. જો કે એ કાયદેસર રીતે શકય છે કે બાઇડન રાજીનામું આપે અને હેરિસને પ્રેસિડેન્‍ટ બનાવે, પરંતુ તે નૈતિક રીતે યોગ્‍ય હોઈ શકે નહીં.શું આ યોગ્‍ય હશે?

ઘણા અમેરિકન નાગરિકો માને છે કે અમેરિકાએ પોતાની પહેલી મહિલા પ્રેસિડેન્‍ટ એક સન્‍માનજનક રીતે, પોતાની ક્ષમતા અને શક્‍તિથી બનાવવી જોઈએ, અને બળજબરીથી તેને પદ સોંપીને નહીં. જો કે, તે જોવાનું રહે છે કે ડેમોક્રેટ નેતાઓની આ માંગ પર બાઇડન કેવી પ્રતિક્રિયા આપે છે.

(4:44 PM IST)