<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ભારે કરી ! : US ના વિસા માટે ગે બન્યો યુવક: પત્નીને છોડીને અમેરિકન યુવકને પરણી ગયો

પ્રોફાઈલ ચેક કરતા ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું

અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો મહિલાએ પતિ ઉપર આરોપ લાવ્યો છે કે, તેણે અગાઉ એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. તો જ્યારે તેને આ અંગે વધુ માહિતી મળી ત્યારે તે વ્યક્તિ એક પુરુષ તરીકે સામે આવ્યો હતો. જોકે આ અંગે સમગ્ર મામલે ખુબ જ રસપ્રદ છે. અને આ ઘટના ત્યારે બહાર આવી હતી. જ્યારે પતિએ સુહાગરાતના સમયે શારીરિક સંબંધ બાંધ્યો ન હતો.

મળતી માહિતી મુજબ, અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતી યુવતીના લગ્ન 22 સપ્ટેમ્બરના રોજ આ વ્યક્તિ સાથે થયા હતા. જોકે આ વ્યક્તિ અમેરિકા રહેતો હતો. ત્યારે તેના પિતાએ તેના લગ્નની વાત આ યુવતી સાથે કરી હતી. જોકે લગ્ન બાદ યુવતીને પણ અમેરિકા લઈ જશે, તેઓ યુવતી અને તેના પરિવારોને વાયદો કરવામાં આવ્યો હતો. જોકે લગ્ન બાદ યુવતી પતિ અને સાસુ-સસરા ફિરોઝાબાદ ગઈ હતી. જે બાદ પરિવારના તમામ સભ્યો ફરવા માટે શિમલા ગયા હતા. જ્યાં યુવતી પતિનો વ્યવહાર અસામાન્ય લાગ્યો હતો.

  શિમલામાં પાંચ દિવસ રોકાયા ત્યારે પતિએ પત્ની સાથે શરીરિક સુખ માણ્યું ન હતું. ત્યારપછી પતિએ પત્નીને અમદાવાદ મુકીને મેરેજ સર્ટિફીકેટ બનાવવાના બહાના બતાવીને પહેલા યુપી અને પછી અમેરિકા જતો રહ્યો હતો. જોકે દિવાળી અને કડવા ચોથનો તહેવાર હોવાથી યુવતી સાસરીમાં ગઈ હતી. જ્યાં એક મહિના સુધી સાસુ, સસરા અને નણંદ સાથે રોકાઈ હતી. તે દરમિયાન દહેજની બાબતે ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. જોકે ત્યારબાદ મહિલા પોતાના પરિવાર પાસે અમદાવાદ પાછી આવી ગઈ હતી. આ દરમિયાનહદ છે યાર! US ના વિસા માટે ગે બન્યો યુવક, પત્નીને છોડી અમેરિકન યુવકને પરની ગયો યુવતી અવારનવાર પતિ સાથે વીડિયો કોલમાં વાત કરતી હતી.

 

ત્યારે પતિનો સ્વભાવ અલગ લાગતો હતો. તેથી પત્નીએ પતિની યુએસએની વેબસાઈટ ઉપર પ્રોફાઈલ ચેક કરતા ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. યુવકે વર્ષ 2013 માં અમેરિકામાં રહેતા એક પુરુષ સાથે લગ્ન કરી લીધા હતા. આ જાણતા જ યુવતીને આઘાત લાગ્યો હતો. આ મામલો સામે આવતા જ યુવતીએ પતિને ફોન કરીને આ બાબતે પૂછતા તેણે યુએસએમાં સિટીઝનશિપ મેળવવા માટે આ લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ યુવતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. અંતે યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે

(12:47 AM IST)