<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની કર્ણાટકથી ધરપકડ:પોલીસ પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

આરોપી એ વ્યક્તિ છે, જેણે 'મેં સિકંદર હું' સોન્ગના શબ્દો લખ્યા છે

 

મુંબઈ :બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પોલીસેને મોટી સફળતા મળી છે. મુંબઈની વર્લી પોલીસે આરોપી સોહેલ પાશાની કર્ણાટકથી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી એ વ્યક્તિ છે, જેણે 'મેં સિકંદર હું' સોન્ગના શબ્દો લખ્યા છે. સોહેલ પાશાએ આ ધમકી ભર્યો મેસેજ પ્રસિદ્ધિ મેળવવા માટે કર્યો હતો.

આ મામલે પહેલા મુંબઈ પોલીસે જે નંબરથી આ એસએમએસ મોકલ્યો હતો તે નંબરને ટ્રેસ કર્યો, જેમાં ખબર પડી હતી કે આ નંબર વેંકટેશનો છે. તપાસમાં સામે આવ્યું કે કર્ણાટકના રાયચૂરમાં સોહેલ પાશાએ એક માર્કેટમાં ફરતા સમયે વેંકટેશ પાસે મદદ માગી અને તેનો ફોન માગ્યો હતો. ત્યારે પાશાએ ઓટીપી દ્વારા તેને વોટ્સએપ નંબર લોગિન કર્યો અને ધમકી ભર્યો મેસેજ મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં મોકલી દીધો હતો. કેસમાં આજે પાશાને કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે

 

રોપીએ ગુરૂવાર રાત્રે અંદાજિત 12:00 વાગ્યે આ ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં કહ્યું હતું કે, 'સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ પર એક સોન્ગ લખ્યું છે તેને નહીં છોડવાની વાત કરી હતી. એક મહિનામાં ગીત લખનારને મારી નાખવામાં આવશે, ગીત લખનારની હાલત એવી કરવામાં આવશે કે તે પોતાના નામથી ગીત નહીં લખી શકે. જો સલમાન ખાનમાં હિમ્મત છે તો તેને બચાવે.- લોરેન્સ બિશ્નોઈ ગેંગ'

આ ધમકીમાં આરોપીએ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈના નામથી 5 કરોડની ખંડણી માગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી.

આ પહેલા મુંબઈ પોલીસના અધિકારીઓએ ટ્રાફિક પોલીસ કંટ્રોલ પર આવેલા મેસેજની ઓળખ કર્ણાટક નિવાસી તરીકે કરી હતી. ત્યારબાદ પોલીસની એક ટીમ મહારાષ્ટ્રમાં આરોપીને પકડવા માટે મોકલવામાં આવી હતી.

.

(12:49 AM IST)