<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની ઇડીના અધિકારીઓએ લાતુરમાં તપાસ કરી

લાતુરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં સભા કરવા આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરનું ચૂંટણી પંચના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું :અધિકારીઓએ તેના હેલિકોપ્ટર અને બેગની તપાસ કરી.

મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીના હેલિકોપ્ટરની તપાસ કરતા પહેલા ચૂંટણી અધિકારીઓએ ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરની તપાસ કરી હતી

   કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી મંગળવારે લાતુર જિલ્લાના ઔસા વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર અભિમન્યુ પવારના સમર્થનમાં પ્રચાર કરવા આવ્યા હતા. આ દરમિયાન ચૂંટણી પંચની ટીમ ત્યાં પહોંચી અને અધિકારીઓએ તેના હેલિકોપ્ટર અને બેગની તપાસ કરી હતી 

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે દાવો કર્યો હતો કે તેઓ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં પહોંચ્યા હતા. આ દરમિયાન ચૂંટણી અધિકારીઓએ તેની બેગ તપાસી હતી. ઉદ્ધવે તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ચૂંટણી અધિકારીઓ તેમની બેગ તપાસતા જોવા મળે છે.

   આ પહેલા સોમવારે ચૂંટણી પંચના અધિકારીઓએ ઉદ્ધવના હેલિકોપ્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ તેઓ ગુસ્સે થઈ ગયા હતા. ચૂંટણી પંચના અધિકારીઓએ યવતમાલ જિલ્લાના વાની હેલિપેડ પર ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસવાની માંગ કરી હતી. આ પછી ઉદ્ધવ ગુસ્સે થઈ ગયા અને કર્મચારીઓની પૂછપરછ કરતા વીડિયો રેકોર્ડિંગ કરવા લાગ્યા.

  તેમણે પૂછ્યું કે શું તેઓએ સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની બેગની પણ તલાશી લીધી છે. તેમણે વધુમાં પૂછ્યું કે શું તેઓ પીએમ મોદી અને અમિત શાહની મહારાષ્ટ્રની રેલીઓમાં મુલાકાત દરમિયાન તેમની બેગની પણ તલાશી લે છે. .


 

(12:50 AM IST)