<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

વાયનાડમાં મતદાન ચાલુ: કોંગ્રેસને હારી જવાનો ભય સતાવી રહ્યો છે ?

નવી દિલ્હી: બિહાર પશ્ચિમ બંગાળ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ અને આસામ સહિત દેશના ૧૧ રાજ્યોની ૩૩ વિધાનસભા બેઠકો ઉપર મતદાણી થઈ રહ્યું છે.

ત્યારે કેરળમાં સૌથી પ્રતિષ્ઠાની મનાતી વાયનાડ લોકસભાની પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી જીવનની પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો ભાજપના મહિલા નેતા નવ્યા હરિદાસ સાથે છે. મતદાન શરૂ થતા પહેલા નવ્યાજીએ કહ્યું વાયનાડના લોકોને એક એવી વ્યક્તિની જરૂર છે જે જમીની સ્તરે રહી તેમની સાથે કામ કરી શકે અને જે સંસદમાં તેમના મુદ્દાઓ ઉઠાવીને સમાધાન શોધી શકે. કોંગ્રેસ આ વખતે કીટ, પૈસા, દારૂ બધું આપીને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો કરી રહી છે. કેમકે કોંગ્રેસને એક ડર છે કે તેઓ આ ચૂંટણી હારી જશે..

વાયનાડમાં ચાલી રહેલ મતદાન વચ્ચે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તે વાયનાડની જનતાને અપીલ કરે છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું કે મને આશા છે કે વાયનાડના લોકો મને તેમના પ્રેમ અને સ્નેહનો બદલો ચૂકવવાની અને તેમના માટે કામ કરવાની તથા તેમના પ્રતિનિધિ બનવાની તક આપશે મને આશા છે કે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને અચૂક મત આપશે..

(11:32 AM IST)