News of Wednesday, 13th November 2024
નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર નરેન્દ્રભાઈ મોદી
દિગ્ગજ નિવેશક માર્ક મોબિયસે કહ્યું કે, ઉથલપાથલ ભરી આ દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ કરીને પશ્ચિમ એશિયા અને રશિયા-યુક્રેન સંઘર્ષમાં એક શાંતિદૂત બની શકે

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક સ્તર પર તમામ રાજકીય પક્ષોની સાથે વાત કરવામાં સક્ષમ છે અને તેમના આ પ્રયાસોને માટે તેઓ નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર છે. દિગ્ગજ નિવેશક માર્ક મોબિયસે કહ્યું કે, ઉથલપાથલ ભરી આ દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ કરીને પશ્ચિમ એશિયા અને રશિયા-યુક્રેન સંઘર્ષમાં એક શાંતિદૂત બની શકે છે. મોબિયસે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક મહાન નેતા હોવાની સાથે-સાથે એક સારા માણસ પણ છે. મને લાગે છે કે અંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની ભૂમિકા ઝડપથી વધનારી છે. આવનાર સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દુનિયામાં મહત્વપૂર્ણ શાંતિદૂત બની શકે છે. તેઓએ નોબેલ શાંતિ પુરસ્કાર બાબતે વાતચીત કરતાં કહ્યું કે, વડાપ્રધાન મોદી આ વૈશ્વિક એવોર્ડના હકદાર છે. મોબિયસે કહ્યું કે, ભારતમાં તમામ દેશોની સાથે ન્યૂટ્રલ રહેવાની ક્ષમતા છે. ભારતની આ ક્ષમતા તેમને વૈશ્વિક સ્તર પર શાંતિને માટે મધ્યસ્થ બનવામાં ઉપયુક્ત બનાવે છે. દિગ્ગજ નિવેશકે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આ દુનિયામાં એક પ્રમુખ મધ્યસ્થ બનવાને માટે ખૂબ જ યોગ્ય છે. રશિયા-યુક્રેન સંઘર્ષમાં તટસ્થ રીતે જોનાર હોવા છતાં વડાપ્રધાન મોદીએ શાંતિના સમર્થકના રૂપમાં ભારતની સ્થિતિની પુષ્ટિ કરતાં, સતત શાંતિપૂર્ણ સમાધાનની વકાલત કરી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
