News of Thursday, 14th November 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી- ૧૬: ‘‘ હે ભગવતી, જયારે ઇન્દ્રિયો હૃદયમાં વિલીન થાય, કમલના કેન્દ્ર ઉપર પહોંચો''
આ વિધી માટે શું કરવાનું છે? જયારે ઇન્દ્રિયો હૃદયમાં વિલીન થાય, પ્રયોગ કરી જુઓ ઘણા ઉપાય સંભવ છે. તમે કોઇ માણસને સ્પર્શ કરો છો અને જો તેમ હૃદયવાળા માણસ છો તો એ સ્પર્શ તરત જ તમારા હૃદયમાં પહોંચી જશે અને તમને એની ગુણવતા મહેસુસ થઇ શકે છે. જો તમે કોઇ મસ્તકવાળા માણસનો હાથ પોતાના હાથમાં લેશો તો તેનો હાથ ઠંડો લાગશે. શારીરિક રૂપે નહી પણ ભાવાત્મકરૂપે. એના હાથમાં એક જાતનું મરેલાપણું હશે અને જો તે માણસ હૃદયવાળો છે તો એના હાથમાં ઉષ્મા હશે. ત્યારે એનો હાથ તમારી સાથે પીગળવા લાગશે અને તેના હાથમાંથી કોઇ વસ્તુ નીકળીને તમારાભીતર વહેવા લાગશે અને તમારા બંને વચ્ચે એક તાલમેલ થશે, ઉષ્માનો સંવાદ થશે. આ ઉષ્મા હૃદયમાંથી આવી રહી છે. એ મસ્તકમાંથી આવી શકિત નથી કારણ કે મસ્તક હંમેશા ઠંડુ અને ગતતરીબાજ હિસાબી છે. હૃદય ઉષ્માવાળુ છે, તે હિસાબી નથી.
સ્પર્શ કરો, અડકો, આંખ બંધ કરો અને ગમે તે વસ્તુને સ્પર્શ કરો. પોતાના પ્રેમી કે પ્રેમીકાને અડકો, પોતાની માને કે બાળકને અડકો, કે મિત્રને કે વૃક્ષને, કુલને કે ધરતીને અડકો આંખો બંધ રાખો અને ધરતી અને પોતાના વૃક્ષને, ફુલને કુ ધરતીને અડકો. આંખો બંધ રાખો અને ધરતી અને પોતાના હૃદયની વચ્ચે પ્રેમિકા અને પોતાની વચ્ચે થતા આંતરિક સંવાદને મહેસુસ કરો ભાવ કરો કે તમારો હાથ જ તમારૂ હૃદયછે, જે ધરતીને સ્પર્શ કરવા આગળ વધ્યો છે. સ્પર્શની અનુભૂતિને હૃદય સાથે જોડાવો દો.
તમે સંગીત સાંભળી રહ્યા છો એને મસ્તકથી ના સાંભળો, પોતાના મસ્તકને ભુલી જાઓ અને સમજો કે હું વગર મસ્તકનો છું મારૂ કોઇ મસ્તક નથી. એ સારૂ રહેશે કે પોતાના સુવાના ઓરડામાં આપનું એક ચિત્ર રાખી લો કે જેમાં મસ્તક ના હોય એના ઉપર ધ્યાનને એકાગ્ર કરો અને ભાવ કરો કે તમે મસ્તક વગરના છો. મસ્તકને આવવા જ ના દો અને સંગીતને હૃદયથી સાંભળો. ભાવ કરો કે સંગીત તમારા હૃદયમાં ઉતરી રહ્યું છે. હૃદયને સંગીત સાથે તાલ મીલાવવા દો. મસ્તક સાથે નહી આ પ્રયોગ બધી ઇન્દ્રિયો સાથે કરો અને વધુમાં વધુ ભાવ કરો કે પ્રત્યેક એન્ટ્રિક અનુભવ હૃદયમાં જાય છે અને તેમાં વિલીન થઇ જાય છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
