News of Thursday, 14th November 2024
મુખ્યમંત્રી કોંગ્રેસમાંથી બનશે, ચૂંટણી પહેલા દાવા બાદ મહાવિકાસ અઘાડીમાં ધમાસાણ
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે દાવો કર્યો છે કે જો ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને જીત મળે છે તો સીએમ કોંગ્રેસનો હશે

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે. જો કે તે પહેલા રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. દરેક પાર્ટી તેના ઉમેદવારોની જીતનો દાવો કરી રહી છે. મહાયુતિ ચૂંટણી પરિણામ બાદ મુખ્યમંત્રીની જાહેરાત કરશે તો એમવીએમમાં આ પદને લઈને બે ફાંટા પડે તેવી શક્યતા છે.
ચૂંટણી પહેલા જ કોંગ્રેસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. જેના કારણે પાર્ટીમાં નવો વિવાદ શરૂ થઈ ગયો છે. ચૂંટણીની જાહેરાત પહેલા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવાની માંગ કરી હતી. જો કે ત્યારે શરદ પવાર અને કોંગ્રેસે તેની પાડી હતી. જો કે હવે કોંગ્રેસની નવી માંગ સાથે ગઠબંધનમાં નવો વિખવાદ શરૂ થાય તેવી સંભાવના છે.
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે દાવો કર્યો છે કે જો ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને જીત મળે છે તો સીએમ કોંગ્રેસનો હશે. ઈકોનોમિક્સ ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે આરએસએસે તેમના સીનિયર નેતાનો સંપર્ક કર્યો હતો અને ભાજપમાં જોડાવાની ઓફર આપી હતી. પરંતુ તેમણે તે ફગાવી દેતા કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને તેમની પાર્ટીમાંથી જ મુખ્યમંત્રી બનશે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
