<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનના મુદ્દે સંખ્‍યાબંધ કરદાતાઓને નોટિસ

પાંચમી જુલાઈ પૂર્વે આવકવેરાના રિટર્ન ફાઈલ કરનારાઓને અત્‍યાર સુધી નોટિસ નહોતી અપાઈ : હવે આપવા માંડી

નવી દિલ્‍હી, તા.૧૪: શેરબજારમાં ડીલ કરનારા નાના નાના ઇન્‍વેસ્‍ટર્સને પણ રૂા. ૨૦,૦૦૦થી માંડીને રૂા. ૫૦,૦૦૦ની ડિમાન્‍ડ કાઢતી નોટિસો સેન્‍ટ્રલ બોર્ડ ડાયરેક્‍ટ ટેક્‍સિસે પાઠવી છે. શેરબજારમાં નાના મોટા સોદાઓ કરનારાઓ પર મોટી રકમની લાયેબિલીટી આવી ગઈ છે. જુલાઈ ૨૦૨૪માં રજૂ કરેલા સુધારા હેઠળ આ નોટિસો આપવા માંડી છે. અત્‍યાર સુધી પાંચમી જુલાઈ પૂર્વે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરી દેનારાઓને ડિમાન્‍ડ નોટીસ આપવામાં આવી નહોતી. હવે તેમને પણ નોટિસ આપીને તેમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનની આવક પર ૧૫ ટકા પ્રમાણે ટેક્‍સ ચૂકવવાનો આદેશ આપવામાં આવી રહયો છે.

જૂના ટેક્‍સ રિજિમમાં કરનારો અને નવા ટેક્‍સ રિટર્ન ફાઈલ કરનારા આપવા માંડી હોવાનું જણાવતા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ મહેશ છાજેડનું કહેવું છે કે જૂની સિસ્‍ટમમાાં કરદાતાને રૂા. ૫ લાખ સુધીની વાર્ષિક આવક હોય તો તો તેના પર કોઈ જ ટેક્‍સ લાગતો નહોતો. તેમને રૂા. ૧૨,૫૦૦નું રિબેટ આપવામાં આવતું હતું. ઉદાહરણ આપીને વાત કરીએ તો કરદાતાની રૂા. ૨ લાખની પગારની આવક હોય અને રૂા. ૨ લાખની શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનની આવક હોય રૂા. ૨.૫ લાખની આવક પર શૂન્‍ય ટેક્‍સ લાગતો હતો. તેના ઉપરના ૧.૫ લાખની આવક પર ૧૫ ટકા શોર્ટટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સ લાગતો હતો. આમ તે કરદાતાને રૂા. ૨૨,૫૦૦ની ટેક્‍સ ભરવાની જવાબદારી આવતી હતી. તેમાં રૂ. ૧૨,૫૦૦નું રિબેટ આપતા હતા. હવે શોર્ટટર્મ કેપિટલ ગેઈનમાં રિબેટ આપવાનું જ બંધ કરી દેવામાં આવ્‍યું છે. પાંચ જુલાઈ પહેલા સિસ્‍ટમ રિબેટ માન્‍ય રાખતી હતી. સિસ્‍ટમ હવે રિબેટ માન્‍ય રાખતી જ નથી. આમ હવે રિબેટ આપવાનું બંધ જ કરી દેવામાં આવ્‍યું છે.

તેમનું કહેવું છે કે ઇન્‍કમટેક્‍સ રિટર્નના નવા રિજિમમાં રૂ. ૩ લાખ સુધીની આવક પર શૂન્‍ય ટેક્‍સ લાગે છે. ત્રણ લાખથી વધુ અને છ લાખથી ઓછી આવક પર પ૫ ટકાના દરે આવકવેરો લાગે છે. પરંતુ તેમાં શોર્ટટર્મ કેપિટલ ગેઈન હોય તો પહેલા ત્રણ લાખ પર શૂન્‍ય ટેક્‍સ અને ત્રણ લાખથી વધુ અને છ લાખ સુધીની આવકમાં શોર્ટટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સની આવક હોય તો તેના પર ૧૫ ટકાના દરે ૪૫૦૦૦નો ટેક્‍સ ભરવાની જવાબદારી આવે છે. તેમાંથી રૂ.૨૫૦૦૦નું રિબેટ આપવામાં આવે છે. આમ વાસ્‍તવિક લાયેબિલીટી રૂ.૨૦૦૦૦ની આવતી હતી. આમ જુલાઈ પહેલા અને જુલાઈ પછી રિટર્ન ફાઈલ કરનારાઓને મળતા રિબેટ કાઢી નાખીને તેમની સામે એસટીસીજી-શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનની ડિમાન્‍ડ ઊભી કરી દીધી છે. આમ તેમના વેરાની નવેસરથી આકારણી કરીને કલમ ૧૫૬ હેઠળ નોટિસ આપીને વેરો ભરવાનો આદેશ કરી દેવામાં આવ્‍યો છે. અગાઉ ઝીરો ટેક્‍સ દર્શાવવામાં આવ્‍યા હતા અમે સુધારી રહ્યા છીએ તેમ જણાવીને સીબીડીટીએ નવી ડિમાન્‍ડ ઊભી કરી દેતા સંખ્‍યાબંધ કરદાતાઓને માથે રૂ.૨૦,૦૦૦ની આસપાસની મિનિમમ ડિમાન્‍ડ ઊભી થઈ ગઈ છે. માતા કે પત્‍ની સહિત મહિલાઓને નામે નાનું મોટું ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરનારાઓને પણ નોટિસો ફટકારીને સુધારેલી ડિમાન્‍ડ પ્રમાણે નાણાં જમા કરાવી દેવાની સૂચના આપવામાં આવી છે.

(1:33 PM IST)