<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

હવે કોલ રિસીવ કરવાની જરૂર નહીં પડેઃ એઆઇ સાથે જવાબ

ગુગલ પોતાના પિકસેલ ફોન માટે ફીચર ઉપર કરી રહ્યું છે કામ

નવી દિલ્‍હી, તા.૧૪ : જો તમને પણ વારંવાર કોઈના કોલ રિસીવ કરવાનું પસંદ નથી તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમારે કોલ રિસીવ કરવાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ કામ પણ આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (AI) દ્વારા કરવામાં આવશે. ગૂગલ તેના પિક્‍સેલ ફોન માટે "AI Replies" નામના ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી ખ્‍ત્‍ ભ્‍શહૃફૂશ્ર ફોનના યુઝર્સને આવતા કોલનો જવાબ આપશે.

માહિતી અનુસાર, Google આ નવા "AI Replies" સુવિધા સાથે તેની વર્તમાન કૉલ સ્‍ક્રીન સુવિધાને વધુ સુધારી રહ્યું છે. આ માહિતી ગૂગલની ફોન એપના લેટેસ્‍ટ બીટા વર્ઝનમાંથી મળી છે. Google એ AI-સંચાલિત જવાબો પર કામ કરી રહ્યું હોવાનું કહેવાય છે જે કૉલર સાથે વધુ બુદ્ધિપૂર્વક સંપર્ક કરી શકે છે. તેની કામ કરવાની રીત આ હોઈ શકે છે, જો કોઈ વ્‍યક્‍તિ કોલ કરે છે અને તમારો ફોન તેને સ્‍ક્રીન કરે છે, તો  AI Replies કૉલરે જે કહ્યું તેના આધારે જવાબ જનરેટ કરશે.

(3:19 PM IST)