<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

દુબઇમાં જલારામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી રઘુવંશી અગ્રણીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ

૧૮૦૦ થી ૨૦૦૦ ભાવિકોએ પૂ. જલારામ બાપાના આશીર્વાદ લઇ પ્રસાદ ગ્રહણ કર્યોઃ અલોૈકીક માહોલ

 રાજકોટ તા. ૧૪: ‘રામ નામ મેં લીન હૈ ,તાકે પદ વંદન કરુ જય જય શ્રી જલારામ'  વિશ્વ વંદનીય પ. પૂ. શ્રી જલારામ બાપાની  ૨૨૫ મી જન્‍મ જયંતિની ધામધૂમપૂર્વક  ઉજવણી   દુબઇ ખાતે કરવામાં આવી હતી. દર વર્ષ ની જેમ આ વર્ષે ે પણ UAE જેવા નાનકડા દેશ માં દુબઈ ખાતે ભવ્‍ય આયોજન સાથે  જલારામ જયંતિની ઉજવણી  વિશાળ અને અધતન Grand Excelsior Hotel,  મનખુલ , દુબઈ ખાતે કરવામાં આવી હતી.  ં વિવિધ ૧૫૧ પ્રકારની વાનગી ઓથી અન્નકુટનો પ્રસાદ પ. પૂ. જલારામ બાપાને ધરાવેલ અને  ખાતે ત્‍યારબાદ વિધીવત પુજા લગભગ એક કલાક ચાલેલ જેમાં Raffle Draw દ્વારા પાંચ યજમાનની પંસદગી કરવામાં આવેલ, યાદ રહે કે UAE મા રઘુંવંશી ઓના  ૪૫૦ થી વધારે કુટુંબ વસવાટ કરે છે.  જલારામબાપા ના ભજન અને ધુનનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને પછી ભવ્‍ય આરતી અને મહા પ્રસાદ નુ આયોજન કરાયેલ, જે દે ટુકડો તેને ભગવાન ઢુકડો ને સાર્થક કરતા ભોજનનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.  આ પ્રસંગે કોઈ પણ નિયંત્રણ વગર નુ જાહેર આમંત્રણ હોવાથી વિશાળ સંખ્‍યા મા ભકત જનો ઉમટેલા અને વિરપુર ની જેમ જ બુંદી , ગાંઠિયા ,ખીચડી , કઢી , બટાકા નુ શાક અને છાશ પ્રસાદમાં પીરસવા માં આવેલ. આ કાર્યક્રમ માં લગભગ ૧૮૦૦ થી ૨૦૦૦ સભ્‍યો એ આરતી અને મહા પ્રસાદ નો લાભ લીધો હતો.ે પુજય જલારામબાપા ના ભક્‍તો વિશ્વભર માં શ્રદ્ધા અને ભાવ પુર્વક  વિદેશ ની ધરતી પર પણ આવુ આયોજન કરી રહયા છે જે  પુજય જલારામબાપા ની કળપા અને ભક્‍તજનો ના અતુટ વિશ્વાસનુ પ્રતિક  હોવાનું રઘુવંશી અગ્રણીઓ જણાવે છે. આ ઉપરાંત દુબઈ મા દર મહિને પ્રથમ ગુરૂવાર ના દિવસે જલારામબાપા ના ભજન અને ધુન ના કાર્યક્રમ અને સાથે ભોજન નું આયોજન થાય છે. આવા દરેક ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા  દુબઈ ના લોહાણા જ્ઞાતિ ના અગ્રગણ્‍ય શ્રી હરીશભાઈ પવાણી , શ્રી દીપકભાઈ વાઘાણી , શ્રી શૈલેષભાઈ જસાણી ,મુકુંદભાઈ ઠક્કર , રસિકભાઈ ઠક્કર વગેરે સભ્‍યો તન, મન અને ધન થી  અવિરત સેવા આપી રહ્યા છે.

(3:58 PM IST)