News of Thursday, 14th November 2024
ભારતમાં સેટેલાઇટ - ટુ - ડિવાઈસ સેવાનો પ્રારંભ કરતું BSNL : દેશમાં આ સેવા શરૂ કરનારી BSNL પ્રથમ કંપની બની
આ ટેક્નોલોજી માટે BSNL એ કેલિફોર્નિયાની કંપની Viasat સાથે ભાગીદારી કરી

નવી દિલ્હી : સરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સેવા શરૂ કરી છે. BSNL આવું કરનાર પ્રથમ ટેલિકોમ કંપની બની છે. હવે BSNLએ આખરે તેને યુઝર્સ માટે લોન્ચ કરી દીધું છે. આ ટેક્નોલોજી માટે BSNL D2D એ કેલિફોર્નિયાની કંપની Viasat સાથે ભાગીદારી કરી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે X પર આ નવી સેવાની શરૂઆત વિશેની માહિતી પોસ્ટ કરી છે. તમને જણાવી દઈએ કે સેટેલાઈટ કનેક્ટિવિટી કોઈ નવી ટેક્નોલોજી નથી.
BSNLની આ વિશેષ સેવા દૂરના વિસ્તારોમાં અને નેટવર્ક વિનાના સ્થળોએ નેટવર્ક પ્રદાન કરવા જઈ રહી છે. ખાસ કરીને પહાડી અને જંગલ વિસ્તારોમાં આ સેવાનો ઉપયોગ કરવામાં આવશે. આ સેવાને લોન્ચ કરતી વખતે, DOTએ એક નાનો વીડિયો શેર કર્યો છે, જેમાં સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સેવાની ઝલક બતાવવામાં આવી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
