<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

દિલ્હીમાં સર્જાયો મોટો અપસેટ : AAPના મહેશ કુમાર ખીચી ભાજપના કિશન લાલને હરાવીને દિલ્હીના આગામી મેયર બનશે

263 મતોમાંથી AAP ઉમેદવાર મહેશ ખીચીને 133 અને ભાજપના ઉમેદવાર કિશન લાલને 130 મત મળ્યા

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી ફરી એકવાર MCDના મેયર બની છે. AAPના ઉમેદવાર મહેશ કુમાર ખીચી ચૂંટણી જીતીને મેયર બન્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર કિશન લાલને 3 મતથી હરાવ્યા છે. વાસ્તવમાં, ગુરુવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. મેયર પદ માટે કુલ 265 મત પડ્યા હતા, જેમાંથી 2 મત અમાન્ય જાહેર થયા હતા જ્યારે 263 મતોમાંથી AAP ઉમેદવાર મહેશ ખીચીને 133 અને ભાજપના ઉમેદવાર કિશન લાલને 130 મત મળ્યા હતા.


શૈલી ઓબેરોય બાદ હવે દેવનગર, કરોલ બાગના કાઉન્સિલર મહેશ ખેડી MCD મેયરનું પદ સંભાળશે. અત્યાર સુધી વર્તમાન મેયર શૈલી ઓબેરોય એક્સટેન્શન પર હતા. એપ્રિલ 2024 માં મેયરની ચૂંટણી સમયે, ભાજપ અને AAPએ ઉમેદવારો જાહેર કર્યા હતા, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર નક્કી કરવા માટેની ફાઇલ ફાઇલ પર મુખ્યમંત્રીની ભલામણ ન હોવાનું કહીને પરત કરવામાં આવી હતી. નવા મેયરની પસંદગી ન થાય ત્યાં સુધી વર્તમાન મેયરને હોદ્દા પર રહેવા જણાવાયું હતું. તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તે સમયે જેલમાં હતા, તેથી તેઓ ભલામણ કરી શક્યા ન હતા. ત્યારથી એપ્રિલ 2024 મેયરની ચૂંટણી બાકી હતી.

 

(7:05 PM IST)