<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

આગામી પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલન ભુવનેશ્વરમાં ૮ થી ૧૦ જાન્યુઆરી એ યોજાશે

સમ્મેલનનો વિષય વિકસિત ભારતમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન

નવીદિલ્હી: પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલન આગામી વર્ષે તા.૮ થી ૧૦ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન ઓડિશા સરકારના સહયોગથી ભુવનેશ્વરમાં આયોજિત કરવામાં આવનાર છે.  સમ્મેલનનો વિષય વિકસિત ભારતમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન છે. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી. તે ૧૮ મુ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન હશે. ૧૮ માં પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલનની આધિકારિક વેબસાઈટને વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના સંયુક્ત રૂપે શરૂઆત કરી. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ આ સમારોહમાં સામેલ થશે.

(10:04 PM IST)