News of Friday, 15th November 2024
દાદરના શિવાજી પાર્કમાં પીએમ મોદીની જંગી જનસભા :મહાયુતિના નેતાઓ પણ રહ્યા હાજર
પીએમએ કહ્યું, "કૉંગ્રેસ પાણીમાંથી બહારની માછલીની જેમ, સત્તા માટે તલપાપડ છે. મુંબઈવાસીઓ જોઈ શકે છે કે અમે વિકાસના કામો કયા સ્તરે કરી રહ્યા છીએ

મુંબઈ :મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહાયુતિ (ભાજપ, એનસીપી અજિત પવાર, શિવસેના એકનાથ શિંદે જૂથ) દ્વારા તેમના સ્ટાર પ્રચારક નેતાઓ સાથે રાજ્યમાં અનેક ઠેકાણે ભવ્ય રેલી યોજવામાં આવી રહી છે. મહાયુતિ દ્વારા આજે મુંબઈ, દાદરના શિવાજી પાર્કમાં એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડા પ્રધાન મોદી આવ્યા હતા. પીએમ મોદીની આ જનસભામાં સેંકડો લોકોની ભીડ ઉમટી પડી હતી
વડા પ્રધાન મોદીની ભવ્ય જાહેર સભા પહેલા દાદરમાં આવેલા શિવાજી પાર્ક ખાતે યોજવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં આજે મુંબઈ પહેલા વડા પ્રધાને છત્રપતિ સંભાજીનગરમાં પણ જનસભાનું સંબોધન કર્યું હતું.
વિધાનસભા ચૂંટણી 2024 માટે શિવાજી પાર્ક દાદર ખાતે મહાયુતિની રેલીમાં પીએમ મોદી સાથે રાજ્યના સીએમ એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. જનસભાને સંબોધતા વડા પ્રધાને મોદીએ કૉંગ્રેસ સહિત બીજા વિરોધી પક્ષ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે “મુંબઈ સપનાઓનું શહેર છે, અને મહાયુતિ એક ગઠબંધન છે જે તે સપનાઓને સાકાર કરે છે. આજે દરેક મુંબઈકર જોઈ શકે છે કે આપણે કેટલા મોટા પાયે વિકાસ કાર્ય આગળ ધપાવી રહ્યા છીએ. અમારી સરકાર મુંબઈને કનેક્ટિવિટીની દરેક સમસ્યામાંથી મુક્ત કરવા માગે છે.”
શિવસેના (UBT)નું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે, "મહા વિકાસ અઘાડીની એક પાર્ટીએ બાળાસાહેબ ઠાકરેનું અપમાન કરનારાઓને તેનું `રિમોટ કંટ્રોલ` સોંપી દીધું છે."
કૉંગ્રેસ પર પ્રહાર કરતા પીએમએ કહ્યું, "કૉંગ્રેસ પાણીમાંથી બહારની માછલીની જેમ, સત્તા માટે તલપાપડ છે. મુંબઈવાસીઓ જોઈ શકે છે કે અમે વિકાસના કામો કયા સ્તરે કરી રહ્યા છીએ,
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
