News of Friday, 15th November 2024
૧૫૦૦ કિલો વજન અને ૨૩ કરોડની કિંમતનો પાડો સાચે જ ‘અનમોલ' છે
તેને રોજ ૨૫૦ ગ્રામ બદામ, ૪ કિલો દાડમ, ૩૦ કેળા, પાંચ લીટર દૂધ અને ૨૦ પ્રોટીનથી ભરપૂર ઇંડા ખવડાવાય છે

નવી દિલ્હી, તા.૧૫: હરિયાણાનો અનમોલ નામનો પાડો ૧૫ મર્સિડીઝ અને બે રોલ્સ રૉયસ કાર કરતાં મોંઘો છે. ૧૫૦૦ કિલોનો વજનદાર અનમોલ માત્ર ૮ વર્ષનો છે પણ એની કિંમત ૨૩ કરોડ રૂપિયા જેટલી છે. આટલા રૂપિયા હોય તો દોઢ કરોડની કિંમતની ૧૫ મર્સિડીઝ અથવા ૧૨ કરોડની કિંમતની બે રોલ્સ રૉયસ ખરીદી શકાય. પુષ્કરના મેળામાં અને મેરઠના અખિલ ભારતીય કિસાન મેળા જેવા કાર્યક્રમોમાં અનમોલના બહુ મોલ બોલાય છે. જાણકારો એવું કહે છે કે લક્ઝરી કાર કે હાઈ-એન્ડ રિયલ એસ્ટેટની જેટલી ડિમાન્ડ હોય છે એટલી જ ડિમાન્ડ અનમોલના વીર્યની છે. તેને રોજ ૨૫૦ ગ્રામ બદામ, ૪ કિલો દાડમ, ૩૦ કેળાં, પાંચ લીટર દૂધ અને ૨૦ પ્રોટીનથી ભરપૂર ઈંડાં ખવડાવાય છે. એ સિવાય લીલો ચારો, દેશી ઘી, સોયાબીન અને મકાઈ પણ ખવડાવાય છે. આમાં રોજના ૧૫૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. અનમોલને સ્વસ્થ રાખવા માટે બદામ અને સરસવના તેલથી રોજ બે વાર તાાન કરાવાય છે. તેના સીમેનની કિંમત પણ ૨૫૦ રૂપિયા છે અને એમાંથી ૩૦૦થી ૯૦૦ બચ્ચાં જન્મી શકે છે. સીમેન વેચીને તેના માલિક ગિલ મહિને ૪થી પાંચ લાખ રૂપિયા રળે છે
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
