<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

મહારાષ્‍ટ્રમાં ચૂંટણી પ્રચાર વચ્‍ચે PM મોદી કળષ્‍ણ ભક્‍તિમાં થયા લીન

 

મુંબઇ, તા.૧૫: મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે પીએમ મોદી ગુરુવારે મહારાષ્‍ટ્ર પ્રવાસે હતા. આ દરમિયાન પીએમ મોદીએ રાયગઢ જિલ્લાના પનવેલ સ્‍થિત ઈસ્‍કોન મંદિરમાં દર્શન કર્યા હતા. જ્‍યાં ઈસ્‍કોન મંદિર મેનેજમેન્‍ટ દ્વારા તેમનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અહીં તેમણે ઈસ્‍કોનના અનુયાયીઓ સાથે મળીને કાંસીજોડાં વગાડ્‍યા હતા. જેના કારણે ત્‍યાં હાજર લોકો પણ ભક્‍તિમાં લીન થઈ ગયા હતા.

આ પહેલા પીએમ મોદીએ પનવેલમાં ચૂંટણી સભાને સંબોધી હતી અને રાયગઢ સાથે ઉંડો સંબંધ હોવાનું જણાવ્‍યું હતું. પીએમ મોદીએ કહ્યું ૨૦૧૩માં વડાપ્રધાન પદના ઉમેદવાર બન્‍યા બાદ તેઓ રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ પર ગયા હતા. જેમ ભક્‍ત ભગવાન સામે બેસે છે તેવી જ શ્રદ્ધાથી તેમણે છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ સામે બેસીને રાષ્‍ટ્ર સેવા માટે તેમના આશીર્વાદ માંગ્‍યા હતા.

(10:38 AM IST)