તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
ઉત્તર ભારતમાં ઠંડી શરૂઃ હિમાચલ, ઉત્તરાખંડ,યુપી, પેટા હિમાલયન, બંગાળ,સિક્કિમ, બિહાર અને ઝારખંડમાં ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ

નવી દિલ્હી, તા.,૧પઃ દેશના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. ઉત્તર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાતે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે, સાથે જ વિઝિબિલિટી પણ ઘટી રહી છે.
આજે શુક્રવારે હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણને કારણે વરસાદની સંભાવના છે.ધુમ્મસની સાથે સાથે દિલ્હી NCRમાં ધુમાડો પણ છે. દિલ્હીની હવા ગેસ ચેમ્બર બની રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ધુમ્મસ અને સતત બગડતી હવાની ગુણવત્તાને કારણે શુક્રવારે ગ્રેપ-૩ લાગુ થઈ શકે છે. ગુરુવારે દિલ્હીનો AQI ૪૦૦થી વધારે નોંધાયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૨૬ થી ૨૮ અને ૧૧ થી ૧૭ નોંધાયું હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૧ થી ૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ૧ થી ૩ ડિગ્રી ઓછું નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી સપ્તાહની શરૂઆતમાં દિલ્હી સહિત ઉત્તર અને ઉત્તર-પヘુિમ ભારતમાં તીવ્ર ઠંડીનું આગમન થશે.
સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં રાતે અને વહેલી સવાર દરમિયાન ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પヘમિ રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પેટા હિમાલયન પヘમિ બંગાળ અને સિક્કિમ, બિહાર અને ઝારખંડમાં સવારે ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હી એનસીઆર સહિત દેશના ઉત્તરીય ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૬ થી ૨૮ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૧ થી ૧૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી ઓછું અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧થી ૩ ડિગ્રી ઓછું નોંધાયું હતું. જોકે, દિલ્હીમાં ધુમ્મસના કારણે વાતાવરણ ગરમ રહ્યું હતું. ગુરુવારે ગાઢ ધુમ્મસને કારણે, વિઝિબિલિટી પણ ઓછી હતી. પાલમ એરપોર્ટ પર સૌથી ઓછી વિઝિબિલિટી ૩૦૦ થી ૭૦૦ મીટર નોંધાઈ હતી.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ તાપમાનમાં ઘટાડો થશે. ૧૮ અને ૨૦ નવેમ્બર ૨૦૨૪ ની વચ્ચે લઘુત્તમ તાપમાન ૧૫°C કરતા ઓછું હોઈ શકે છે.
હવામાન વિભાગે કહ્યું કે આગામી ૨૪ કલાકમાં તમિલનાડુ, કેરળ અને તટીય આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, લક્ષદ્વીપ અને દક્ષિણ તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. ઉત્તર પંજાબમાં આજે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ કોંકણ અને ગોવા અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ શરૂ થઈ શકે છે.(
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
