તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
૫ દિવસના કાર્ય સપ્તાહનો ઝડપથી અમલ કરો અન્યથા...AIBOC
બેંક ઓફિસર્સ એસોસિએશને પણ કર્મચારીઓની અછતને દૂર કરવા માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં ભરતી પર દબાણ કર્યુ : શું સરકાર બેંક કર્મચારીઓને ખુશખબર આપશે ?

નવી દિલ્હી, તા.૧૫: હાલમાં બેંકો મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે કામ કરે છે અને બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. જોકે, બેંક કર્મચારીઓ માટે ૫-દિવસની ર્વકિંગ સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશને ગુરુવારે સરકારને પાંચ દિવસના કામના સપ્તાહની તેની લાંબા સમયથી પડતર માંગણી પૂર્ણ કરવાની માંગ કરી હતી.
આ સિવાય બેંક ઓફિસર્સ એસોસિએશને પણ કર્મચારીઓની અછતને દૂર કરવા માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં ભરતી પર દબાણ કર્યું છે. AIBOCએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કારકુની અને ગૌણ સ્ટાફની તીવ્ર અછત અધિકારીઓને તેમની ફરજોની બહાર કામ કરવા દબાણ કરે છે. એટલું જ નહીં, બેંક કર્મચારીઓ પણ રાજકીય રીતે જોડાયેલા લોકો દ્વારા શાખાની અંદર અને જાહેર સ્થળોએ હિંસક હુમલાનો ભોગ બન્યા હોવાનું પણ જણાવ્યું હતું.
નાણાકીય સેવાઓ વિભાગને લખેલા પત્રમાં, AIBOCએ જણાવ્યું હતું કે ભૌતિક જોખમ અને બળજબરીનું વર્તમાન વાતાવરણ ગંભીર સંકટ બની ગયું છે. અમે આ બાબત પર તમારું ધ્યાન દોરવા અને અમારા અધિકારીઓની સુરક્ષા અને કલ્યાણ અંગે મંત્રાલય પાસેથી ખાતરી માંગીએ છીએ. પાંચ દિવસના કામકાજના મુદ્દે, યુનિયને કહ્યું કે તે પહેલાથી જ વિવિધ ક્ષેત્રોમાં એક ઉદ્યોગ માનક છે. તે કાર્ય જીવન સંતુલન અને ઉત્પાદકતા વધારે છે.
AIBOC એ ચેતવણી આપી
તે પછી તેમાં કહેવામાં આવ્યું હતું કે ૮ માર્ચ, ૨૦૨૪ના રોજ ૧૨મા દ્વિપક્ષીય કરાર અને ૯મી સંયુક્ત નોંધ દરમિયાન ત્ગ્ અને સ્ટાફ એસોસિએશન અને ઓફિસર્સ એસોસિએશન વચ્ચે સમજૂતી થઈ હતી. IBA એ સરકાર વતી ભલામણ કરી છે કે તમામ શનિવારને બેંકિંગ ઉદ્યોગ માટે રજા જાહેર કરવામાં આવે. જો કે સરકાર તરફથી તેની ઔપચારિક સૂચના બાકી છે. AIBOC એ ધમકી આપી હતી કે આ મુદ્દે કોઈપણ વિલંબ યુનિયનને તાત્કાલિક સંગઠનાત્મક પગલાં પર વિચાર કરવા દબાણ કરશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા બાદ જ સુધારેલા કામકાજના દિવસો અમલમાં આવશે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
