તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
દિલ્હીમાં ઠંડીનો ચમકારો વધ્યો :ગુજરાતમાં હેમાળો માહોલ :જાણો અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન ?
દિલ્હીની સાથે ઉત્તર પ્રદેશમાં પણ હવામાન બદલાવા લાગ્યું: મેરઠ, મુરાદાબાદ, મુઝફ્ફરનગર, દેવરિયા, ગોરખપુરમાં તાપમાનમાં અચાનક ઘટાડો થયો

નવી દિલ્હી :દિલ્હી-NCR સહિત દેશભરમાં ફરી એકવાર હવામાન બદલાવા લાગ્યું છે. શિયાળાના આગમનને લઈને હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ જારી કરાયેલી આગાહી સાચી પડતી જોવા મળી રહી છે. 15 નવેમ્બર પહેલા જ દિલ્હી, હરિયાણા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ પડવાનું શરૂ થઈ ગયું છે. ખીણો ફરી એકવાર સફેદ ચાદરથી ઢંકાયેલી જોવા મળે છે.
ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીનો માહોલ બની રહ્યો છે. જોકે હજી પણ બપોરના સમયે થોડી ગરમી અનુભવાઈ રહી છે. અમદાવાદમાં બે દિવસમાં મહત્તમ પારો 1 ડિગ્રી જેટલો ઘટ્યો છે. શહેરમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર-પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
છેલ્લા કેટલાક દિવસોથી ગરમી સામે ઝઝૂમી રહેલા દિલ્હીના લોકોએ ગઈકાલે સવારે ઠંડકનો અહેસાસ કર્યો હતો. હવામાન વિભાગે આજે ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, આગામી દિવસોમાં રાજધાનીના લોકોને પ્રદૂષણની સાથે ધુમ્મસનો પણ સામનો કરવો પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં 20મી નવેમ્બર સુધી દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગશે.
દિલ્હીની સાથે ઉત્તર પ્રદેશમાં પણ હવામાન બદલાવા લાગ્યું છે. મેરઠ, મુરાદાબાદ, મુઝફ્ફરનગર, દેવરિયા, ગોરખપુરમાં તાપમાનમાં અચાનક ઘટાડો થયો હતો. તાપમાનમાં ઘટાડો થવાને કારણે ગઈકાલે સવારે કેટલાક શહેરોમાં ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. જેના કારણે સવારે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. હવામાન વિભાગે 15 નવેમ્બર પછી ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં તાપમાનમાં ફેરફારની આગાહી કરી હતી, જે રાજ્ય માટે સાચી પડી રહી છે. IMD અનુસાર, આજે ફરી ધુમ્મસની અસર જોવા મળશે.
રાજસ્થાનમાં થોડા દિવસો પહેલા ઠંડીની શરૂઆત થઈ હતી પરંતુ ગુરુવારે સવારે પશ્ચિમ ભાગમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ પશ્ચિમ રાજસ્થાનમાં ઠંડા પવનો સાથે ગાઢ ધુમ્મસ રહેશે. તીવ્ર ઠંડી અંગે IMDએ કહ્યું છે કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં સમગ્ર રાજસ્થાનમાં ઠંડીની અસર વધશે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
