તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
કાશ્મીરમાં માનવ-પશુ સંઘર્ષ દર મહિને એક વ્યકિત ગુમાવે છે જીવ
દર વર્ષે લગભગ ૧પ લોકોના થાય છે મોત

જમ્મુઃ આ એક કડવું સત્ય છે કે કાશ્મીરમાં દર મહિને ઓછામાં ઓછા એક વ્યકિતનો જીવ માનવ-પશુ સંઘર્ષના કારણે જાય છે. ઓફીશ્યલ આંકડાઓ અનુસાર, આવિસ્તારમાં આ પ્રકારના સંઘર્ષના કારણે દર વર્ષે લગભગ ૧પ લોકો જીવ ગુમાવે છ. પાછલા ૧૮ વર્ષોમાં, માનવ-પશુ સંઘર્ષની ઘટનાઓમાં ર૭૦ થી વધારે લોકોના જીવ ગયા છે અને ૩ર૦૦ થી વધારે લોકો ઘાયલ થયા છે.
આંકડાઓથી જાણી શકાય છે કે હાલના વર્ષોમાં મોતની સંખ્યામાં વધારો થયો છે. ર૦ર૦-ર૧ દરમ્યાન પાંચ લોકોના મોત થયા હતા, જે ર૦ર૧-રર માં ૧૦ થયા અને ત્યાર પછીના બે વર્ષમાં આ સંખ્યા અનુક્રમે ૧૪ અને ૧૬ થઇ ગઇ. આવી જ રીતે આ ચાર વર્ષોમાં ઘાયલોની સંખ્યા અનુક્રમે ૮૭,૮૯, ૬પ,અને ૧૮૧ થઇ ગઇ. ભોજનની તલાશમાં જંગલથી બહાર નીકળનાર રીંછ અને દીપડાના સમાચારો લગભગ રોજીંદા આવતા હોય છે. વન વિભાગના એક સીનીયર અધિકારીએ જણાવ્યું કે આના મુખ્ય કારણોમાં માનવ વસ્તીઓમાં વધારો, આવાસ વિખંડન અને કુતરાની વધી રહેલ વસ્તી સામેલ છે. જે દીપડા માટે સરળ શિકાર બને છે.
વન્ય નિષ્ણાંતોનું કહેવું છે કે જળવાયુ પરિવર્તન, જમીન ઉપયોગ પેટર્નમાં પરિવર્તન અને વન વિસ્તાર અથવા તેની આસપાસ બાં઼ધકામ ગતિવિધીઓ માનવ-પશુ સંઘષને વધારે વધારવામાં યોગદાન આપે છે. જંગલી જાનવરોના પોતાના પરિવાર અને વસ્તી હોય છે. પણ મનુષ્યો તેમના રહેઠાણ પર અતિક્રમણ કરવાનું ચાલુ રાખે છે. આનાથી બચવા માટે બફરઝોન હોવો જરૂરી છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
