<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિમાનમા ટેકનિકલ ખામી સર્જાતા દેવધર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું : દેવઘરથી પરત આવવામાં વિલંબ

ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ વિમાનને દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું. જેના કારણે વડાપ્રધાનના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો

નવી દિલ્હી તા.૧૫ : ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. વિમાનને દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું. જેના કારણે વડાપ્રધાનના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો.

આ પહેલા વડાપ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાટુ ગામની મુલાકાત લીધી હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાટુ ગામની મુલાકાત લેનારા મોદી પ્રથમ વડાપ્રધાન છે.

વડાપ્રધાને એક ટ્વીટમાં કહ્યું કે તેમને તેમના ગામ ઉલિહાટુમાં ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. અહીં આવીને મને સમજાયું કે આ પવિત્ર ભૂમિ કેટલી ઉર્જાથી ભરેલી છે. આ માટીનો દરેક કણ સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યોને પ્રેરણા આપી રહ્યો છે.

ઉલિહાતુની મુલાકાત લેનાર પ્રથમ વડાપ્રધાન મોદીનું સ્થાનિક લોકોએ ઢોલ અને મંદાર જેવા પરંપરાગત વાદ્યોના તાલે નૃત્ય કરતાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બિરસા મુંડાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કર્યું. બિરસા મુંડાના જન્મસ્થળની માટીને પવિત્ર ગણાવતા વડાપ્રધાને તેના પર તિલક પણ લગાવ્યું હતું.

(5:10 PM IST)