તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
OECD માં સ્થળાંતર કરતા નાગરિકોમાં ભારતીય નાગરિકો સૌથી મોખરે
વિવિધ દેશમાંથી આર્થિક અને વ્યવસાયિક રીત સદ્ધર થવા માટે અન્ય દેશમાં વસતા નાગરિકોના આંકડાઓ રજૂ: 1.9 લાખ ભારતીયોને OECD કંટ્રીમાં નાગરિકતા મળી:વર્ષ 2021 ના આંકડા કરતા આશરે 40 ટકા વધુ :વર્ષ 2022 માં કેનેડામાં રહેતા ભારતીયોની સંખ્યામાં 3 ગણો વધારો

નવી દિલ્હી : ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક્સ કોર્પોરેશન અને ડેવલોપમેન્ટ ((OECD) ને સલગ્ન એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં વિવિધ દેશમાંથી આર્થિક અને વ્યવસાયિક રીત સદ્ધર થવા માટે અન્ય દેશમાં વસતા નાગરિકોના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ અંગે દર્શાવવામાં આવેલા તમામ આંકડાકીય માહિતી OECD ની આંતરરાષ્ટ્રિય આઉટલુક 2024 માં દર્શાવવામાં આવી છે. ત્યારે વર્ષ 2022 માં 5.6 લાખથી પણ વધુ ભારતીયો OECD કંટ્રીમાં કાયમ માટે રહેવાસી બન્યા હતા.
જોકે OECD કંટ્રીમાં અમેરિકા, બ્રિટેન અને કેનાડા જેવા દેશ મુખ્ય રીતે પહેલી પસંદ કરવામાં આવે છે. OECD ના અહેવાલ પ્રમાણે મોટાભાગના ભારતીયો કામની શોધમાં અથવા પોતાના પરિવાર સાથે આ દેશમાં કાયમ માટે વસવાટ કરે છે. તો OECD માં સ્થળાંતર કરતા નાગરિકોમાં ભારતીય નાગરિકો સૌથી મોખરે સ્થાન ધરાવે છે. વર્ષ 2022 માં ચીનના 3.2 લાખ લોકો OECD કન્ટ્રીઝમાં ગયા હતા. તે ભારતીય નાગરિકોની સરખામણીમાં અડધા કરતા પણ ઓછા છે. ત્યારે વર્ષ 2022 માં OECD દેશમાં જતા નાગરિકોની સંથ્યામાં ભારતીયોની સંખ્યા 6.4 ટકા હતી. જ્યારે ચીનની સંખ્યા 3.8 ટકા છે. ત્યારે રશિયામાં OECD કન્ટ્રીના રિપોર્ટમાં મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે... રશિયાના 2. લાખ લોકો સ્થળાંતર થતા રિપોર્ટમાં 3 નંબર ઉપર આવ્યું છે.
વર્ષ 2022 માં 1.12 લાખ ભારતીયો બ્રિટનમાં વસ્યા હતા. ત્યારે 1.25 લાખ ભારતીયોએ અમેરિકામાં સ્થાપિત થવાનું નક્કી કર્યું હતું. જે વર્ષ 2021 ના આંકડાઓ કરતા 35 ટકા વધુ આંકડો હતો. ત્યારે કેનેડામાં વર્ષ 2022 માં આશરે 1.18 લાખ ભારતીયો પહોંચ્યા હતા. તો કોરોના પછી ચીનમાંથી પણ મોટાભાગના લોકો OECD કન્ટ્રી તરફ વળી રહ્યા છે. વર્ષ 2022 માં 3 લાખ લોકોએ ચીન છોડીને OECD કન્ટ્રી તરફ પગલાં માંડ્યા હતા. જ્યારે વર્ષ 2021 કરતા આ સંખ્યા 13 ટકા વધુ છે. તો વર્ષ 2022 માં રશિયાના આશેર 2.7 લાખ લોકોએ OECD કંટ્રીમાં જીવનને સુરક્ષિત અનુભવ્યું હતું.
તો બીજી તરફ અન્ય દેશની સરખામણીમાં ભારતીય નાગરિકો વહેલી તકે OECD કન્ટ્રીની નાગરિકતા મેળવી રહ્યા છે. તેના અંતર્ગત વર્ષ 2022 માં આશરે 1.9 લાખ ભારતીયોને OECD કન્ટ્રીની નાગરિકતા મળી હતી. જે વર્ષ 2021 ના આંકડા કરતા આશરે 40 ટકા વધુ છે. તો વર્ષ 2022 માં કેનેડામાં રહેતા ભારતીયોની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે. તો અહેવાલના અનુસાર વર્ષ 2023 માં આ સંખ્યામાં વધારો થઈ શકે છે. તો OECD કન્ટ્રીની નાગરિકતા મેળવનારા દેશની યાદીમાં સીરિયા 2 નંબર ઉપર છે. તો 3 નંબર ઉપર મોરક્કો આવે છે. જે બાદ અન્ય દેશના નામ આવે છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
