<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

યસ બેંકે અપડેટ કર્યા FD વ્યાજ દરો : જાણો SBI, HDFC સહિત આ 5 બેંકોમાંથી કઈ બેંક આપે છે સૌથી વધુ વળતર

યસ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં 25 બેઝિક પોઈન્ટ્સનો ઘટાડો કર્યો:સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, પંજાબ નેશનલ બેંક અને HDFC બેંકના જાણો વ્યાજ દરો વિશે

નવી દિલ્હીઃ શેરબજાર ઘટાડાનાં સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન, ખાનગી બેંક યસ બેંકે તેના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે 25 બેઝિક પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે, જે 5 નવેમ્બર, 2024થી અમલમાં આવ્યો છે. હવે સામાન્ય નાગરિકો માટે, યસ બેંકમાં એફડી દરો 3.25% થી 7.75% ની રેન્જમાં ઉપલબ્ધ છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને 3.75% થી 8.25% સુધી વ્યાજ મળશે. 18 મહિનાની FD પર સૌથી વધુ વ્યાજ દર 7.75% અને વરિષ્ઠ નાગરિકો માટે 8.25% છે.ભારતીય સ્ટેટ બેંક, ICICI બેંક, પંજાબ નેશનલ બેંક અને HDFC બેંકના વ્યાજ દરો વિશે પણ જણાવી રહ્યા છીએ, જે તમારા માટે રોકાણ કરવાનું સરળ બનાવશે.

     જ્યારે, જો આપણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વાત કરીએ તો, સામાન્ય નાગરિકો માટે વ્યાજ દર 3.50% થી 7.10% સુધી છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને 4% થી 7.60% સુધીનો લાભ મળી રહ્યો છે. SBIની વિશેષ “400 દિવસ” યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 7.60% વ્યાજ મળી રહ્યું છે.

    ICICI બેંકે સામાન્ય નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટના દર પણ 3% થી ઘટાડીને 7.25% અને વરિષ્ઠ નાગરિકો માટે 3.50% થી ઘટાડીને 7.80% કર્યા છે. અહીં 15 થી 18 મહિનાની FD પર સૌથી વધુ વ્યાજ 7.80% છે.

  HDFC બેંકે સામાન્ય નાગરિકો માટે વ્યાજ દર 3% થી વધારીને 7.35% અને વરિષ્ઠ નાગરિકો માટે 3.50% થી વધારીને 7.85% કરીને તેના FD દરોમાં ફેરફાર કર્યો છે. અહીં 2 વર્ષ 11 મહિનાથી 35 મહિનાની FD પર 7.75% વ્યાજ આપવામાં આવી રહ્યું છે

  પંજાબ નેશનલ બેંક (PNB) એ પણ FD રેટ 3.50% થી 7.25% અને વરિષ્ઠ નાગરિકો માટે 4% થી 7.75% નક્કી કર્યા છે. 400 દિવસની FD પર PNBનો સૌથી વધુ વ્યાજ દર 7.75% છે

(8:40 PM IST)