તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
હવે ઘર બેઠાં ચેક કરો AQI: વધતા પ્રદૂષણ વચ્ચે Google Maps લાવ્યું શાનદાર ફીચર
દર કલાકે ડેટા ટ્રેક કરી શકાય છે :એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘર બેઠાં જાણી શકાશે

Google Maps AQI Feature
બદલાતા હવામાન સાથે હવે ગુલાબી ઠંડી પાડવા લાગી છે એવામાં હવે સવારે ધુમ્મસ પણ જોવા મળે છે. જો કે આ ધુમ્મસ પ્રદૂષણથી ભરેલી હોય છે. જેના કારણે હવાની ગુણવત્તા વધુને વધુ ખરાબ થઈ રહી છે. બગડતી હવાની ગુણવત્તાને જોઈને ગૂગલે તેના યુઝર્સ માટે એક ખાસ ફીચર બહાર પાડ્યું છે. આ ફીચરની મદદથી, તમે ઘરે બેસીને તમારા ફોન પર ગમે ત્યાંથી રિયલ ટાઇમ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ડેટા મેળવી શકો છો. આ ફીચરની મદદથી તમે કોઈપણ જગ્યાએથી કોઈ ચોક્કસ જગ્યાએ હવાની ગુણવત્તા વિશે માહિતી મેળવી શકો છો.
તમે હવે ગૂગલ મેપ્સ દ્વારા રિયલ ટાઇમ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) માહિતી મેળવી શકો છો. આ સુવિધા ભારત સહીત 100 દેશોમાં ઉપલબ્ધ છે. આ ફીચર ખાસ કરીને પ્રવાસી લોકો માટે ઉપયોગી થશે. જો તમે કોઈ નવી જગ્યાએ જઈ રહ્યા છો, તો તમે આ ફીચરમી મદદથી ત્યાંની હવાની ગુણવત્તા વિશે અગાઉથી જાણી શકો છો.AQI ફીચર દ્વારા કોઈપણ સ્થાનનો ડેટા પ્રતિ કલાકના આધારે ટ્રેક કરી શકાય છે. ગૂગલ મેપ્સમાં દેખાતા AQI રીડિંગ્સને સમજવા માટે ખૂબ જ સરળ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને યુઝર 0 થી 500 ની વચ્ચેના રેટિંગ સાથે હવાની ગુણવત્તાનું સ્તર ચકાસી શકશે.
આ ફીચરને એક્સેસ કરવા માટે યુઝર્સને પહેલા ગૂગલ મેપ્સ પર જવું પડશે.આ પછી તમારે લેયર્સ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે.ત્યારબાદ એર ક્વોલિટી વિકલ્પ પસંદ કરો.આ પછી યુઝર્સ કોઈપણ વિસ્તારની એર ક્વોલિટી ઈન્ડેક્સ ચેક કરી શકશે
0 થી 500ની વચ્ચે વિવિધ રંગો ચોક્કસ વિસ્તારના પ્રદૂષકોના આધારે અલગ-અલગ AQI લેવલ દર્શાવવામાં આવ્યું છે.
0-50: સારું (લીલા કલરમાં દર્શાવે છે)
51-100: સંતોષકારક (હળવા લીલા કલરમાં દર્શાવે છે)
101-200: મધ્યમ (પીળા કલરમાં દર્શાવે છે)
201-300: ખરાબ (ઓરેન્જ કલરમાં દર્શાવે છે)
301-400: ખૂબ જ નબળી (લાલ કલરમાં દર્શાવે છે)
401-500: ગંભીર (ઘેરા લાલ કલરમાં દર્શાવે છે)
ગૂગલ મેપ્સએ પણ ચેતવણી આપશે કે AQI કેવી રીતે સંવેદનશીલ અને સામાન્ય વસ્તીને અસર કરી શકે છે. જ્યારે AQI ગંભીર હોય છે, ત્યારે તે સામાન્ય લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપે છે. જો AQI...
0-100 (સારી/સંતોષકારક): તમામ પ્રવૃત્તિઓ માટે સલામતની સલાહ આપશે
101-200 (મધ્યમ): લાંબા સમય સુધી બહાર ન નીકળવું
201-500 (ખરાબ/ખૂબ ખરાબ/ગંભીર): બહાર જવાનું ટાળો અને ઘરની અંદર માસ્ક અથવા એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
